________________
૨પર
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ભગવાન થઈ ગયા એ ભગવાન આજે હેલ્પ કરે નહીં બહુ. આજે પ્રગટ હોય, તે બધી ચીજ આપી દે. જેટલું સામર્થ્ય હોય એટલું બધુંય આપે અને પરોક્ષ કશું આપે નહીં.
શુક્લધ્યાત વર્તે, તે અંશ કેવળજ્ઞાત પ્રશ્નકર્તા ઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાન છે, એમાં આપે અમને જે જ્ઞાન આપ્યું છે ને, તે કઈ લાઈનમાં આવે ?
દાદાશ્રી : કેવળજ્ઞાનમાં આવે. આ કેવળજ્ઞાન જ આપ્યું છે. કેવળજ્ઞાન, આ જે હું આવું છું તેની બહાર નથી. આ મતિજ્ઞાન નથી. મતિજ્ઞાન બુદ્ધિમાં સમાય. કઈ ? સદ્ગદ્ધિ. આ તો કેવળજ્ઞાન છે. નહીં તો બીજે દહાડે અજવાળું જ ના થાય અને આત્મા કોઈ દહાડો હાથમાં ના આવે. એવો અલખ આત્મા, ક્યારેય લક્ષ ના બેસે એનું. બીજા બધાનું લક્ષ બેસે. આ તો કેવળજ્ઞાન આપેલું છે. મને પચ્યું નહીં એ તમને આપ્યું, એ તમને પચશે નહીં. ભલેને નહીં પચે. ફરી મોડું પચશે, એક અવતાર પછી પચશે, પણ પચ્યા વગર છૂટકો છે કંઈ ? કેવળજ્ઞાનના અંશો ભેગા થવા માંડ્યા છે હવે. મતિજ્ઞાન હોય ત્યાં સુધી કેવળજ્ઞાનના અંશ ભેગા થાય નહીં. કેવળજ્ઞાનના અંશ, મતિજ્ઞાન પૂરું થાય ત્યારથી શરૂઆત થાય. પછી કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાનની શરૂઆત શાને કહેવાય કે શુક્લધ્યાન વર્તે તો. શુક્લધ્યાન જેને વર્તે તે કેવળજ્ઞાનની અંશ શરૂઆત થઈ ગઈ. અને મતિજ્ઞાનનો એવો નિયમ નથી કે શુક્લધ્યાન વર્તે. શ્રુતજ્ઞાનનો એવો નિયમ નથી કે શુક્લધ્યાન વર્તે. શ્રુતકેવળી હોય પણ શુક્લધ્યાન ના થાય. શ્રુતકેવળી કોને કહેવાય ? જેમ આપણને આ આત્માનું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવું શાસ્ત્રનું કેવળ આત્માનું જ્ઞાન, કેવળજ્ઞાન શાસ્ત્ર રીતે, શાબ્દિક રીતે, પણ અનુભવ રૂપે નહીં અને આપણું અનુભવ રૂપે હોય.
આત્મજ્ઞાન પછી, તા જરૂર બીજા કોઈ જ્ઞાનની પ્રશ્નકર્તા ઃ હવે જો જ્ઞાન હોય તો આત્મજ્ઞાન પછીના જે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન એ બધા ના થાય ?