________________
૨૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : ના, અંશે કેવળજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન અહંકાર સહિત હોય. આમાં, અહંકાર ના હોય અમારામાં એક સહેજેય.
એક મહારાજ સાહેબ મને કહે છે કે અવધિજ્ઞાન થયું છે આપને ? મન:પર્યવજ્ઞાન થયું છે ? મેં કહ્યું, ના, એવું જ્ઞાન અમને થયું નથી. અમારે એ જ્ઞાનની જરૂર નથી. કારણ કે આમાં મોક્ષે જવામાં આ જ્ઞાનની જરૂર નથી. આ પોદ્ગલિક જ્ઞાન છે. તે પાછા મહારાજ સમજી ગયા.
અમને મન:પર્યવ હોય, બહુ નાના સ્ટેપનું. પણ તે અમે કહીએ તો પાછા મોટા સ્ટેપનું ખોળે. એટલે એના કરતા ભાંજગડ જ છોડી દોને ! આપણે વેપાર જ નથી કર્યો ત્યાં આગળ ! બે મણ સોનું પડ્યું હોય, પચ્ચીસ મણ માંગે ત્યારે શું કરીએ આપણે ? એના કરતા વાત જ છોડી દેવાની, સોનું-બોનું અહીં નથી' કહીએ. તમારા મનમાં શું છે એ વાંચી શકીએ અમે. પણ તે અમુક પ્રમાણમાં વાંચી શકીએ, બધા પ્રમાણમાં ન વંચાય. એટલે જે બધા પ્રમાણમાં વંચાય ત્યારે મન પર્યવજ્ઞાન કહેવાય. એ અત્યારે હોતું નથી. કોઈ જગ્યાએ પૂછતા હતા, જો એવું હોય તો સારી વાત, કહે છે. મેં કહ્યું, ના, નથી, અમારે તો આત્મજ્ઞાન છે, બીજું કશું અમારે નથી.
પ્રશ્નકર્તા: આત્મજ્ઞાનમાં પાંચેય જ્ઞાન સમાઈ ગયાને ?
દાદાશ્રી : બધું આવી ગયું. આ એક જ રૂમમાં બધા માણસ સમાઈ ગયા છે ને, એવું. પાંચ નહીં, બધાય, જેટલા જ્ઞાન છે એ બધાય આત્મજ્ઞાનમાં સમાઈ ગયા.
વળ રમણતા, જ્ઞાતા-દ્રષ્ટારૂપી પ્રશ્નકર્તા ઃ આપ અત્યારે જ્ઞાનમાં શું જોઈ શકો છો ?
દાદાશ્રી : એ જોવાનું જ નહીં, રમણતા જ બસ. જ્ઞાતા-દ્રષ્ટારૂપી રમણતા એનાથી ચાલે. જોવા-કરવાનું નહીં, નિરંતર રમણતામાં જ. પહેલા પરરમણતા હતી, અહંકારમાં જ રમણતા હતી. કેમ કરીને માન મળે, કેમ કરીને અપમાન ના થાય એની જાળવણીમાં જ. એની જાળવણી આખો દા'ડો હતી. કોઈ કહેશે, “આટલા રૂપિયા ગયા.” “એ ગયા તો ગયા મૂઆ, પણ એમાં અપમાન નથી થાય એવુંને ?” ત્યારે કહે, “ના.” એ