________________
(૪.૩) “અક્રમથી ઓળંગ્યા શ્રત, મતિ, અવધિ ને મન:પર્યવ
૨૪૯
દાદાશ્રી : મન:પર્યવ અને અવધિ એ જ્ઞાન, જ્ઞાન જ ના કહેવાય. એ પૌગલિક જ્ઞાન છે, અહીં બેઠા બેઠા પુદ્ગલ જોવાની શક્તિ ઉત્પન્ન થઈ. હા, શક્તિ ઊભી થઈ એ માનસિક શક્તિ, અંદરની શક્તિ. આ આંખોથી ના દેખાય. એ પુદ્ગલને જોઈ શકે. પણ એ આત્માનું ન્હોય. એ વચ્ચેના સ્ટેશનો છે. એટલે આ પાંચ જ્ઞાનમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન કાર્યકારી છે. પેલા મન:પર્યવ ને અવધિ બેઉ ઉત્પન્ન થતા જ્ઞાન છે. એ તો કેવળજ્ઞાન થતા પહેલા રસ્તામાં થાય છે. એ બાય પ્રોડક્ટ છે. કોકને ઉત્પન્ન થાય અને કો'કને ના પણ ઉત્પન્ન થાય. એને કશું લેવાદેવા નથી. એ સહુ સહુના બાય પ્રોડક્શન ઉપર આધાર છે. આ બે જ્ઞાન કેવળજ્ઞાન થતા કોઈને એમની ઈચ્છા હોય તો થાય, બધાને ના થાય. એમાં કંઈ બહુ મજા નથી.
અવધિજ્ઞાન ને મન:પર્યવજ્ઞાન એ સમજાય એવી વસ્તુ નથી. તે તો અંશ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. પણ લોકોને ખબર નથી કે તે પૌગલિક જ્ઞાન છે તે પૂરણ-ગલન સ્વભાવવાળું છે. તે ક્યારે ખલાસ થાય તે કહેવાય નહીં. તેના કરતા એ બધા લોકો પાસે કુમતિ, કુશ્રુતજ્ઞાન, કુઅવધિજ્ઞાન છે તે જ બરોબર છે.
જ્ઞાતી વર્તે કેવા જ્ઞાનમાં? પ્રશ્નકર્તા: શાસ્ત્રમાં જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા, મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, તો એમાંથી એ બધા આત્મજ્ઞાનના જ પ્રકાર છે?
દાદાશ્રી : એ તો રસ્તો છે, પગથિયાં છે. તેમાં બે જ પગથિયાં, મતિ ને શ્રુત, પેલા બધા ફળ છે.
પ્રશ્નકર્તા એમાંથી આપને ક્યા પ્રકારનું જ્ઞાન છે ?
દાદાશ્રી : અમારું જ્ઞાન કેવળજ્ઞાનમાં ચાર અંશ ઓછા છે. એટલે કેવળદર્શનવાળું અમારું જ્ઞાન છે. અમને અવધિજ્ઞાન નથી કે મન:પર્યવજ્ઞાન નથી. અમારે મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનમાંથી આગળ વધી અને કેવળજ્ઞાનના અંશોમાં ચાર અંશો ખૂટતા રહ્યા.
પ્રશ્નકર્તા ઃ તો એને મતિજ્ઞાન જ કહેવાય ?