________________
૨૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
શ્રત-મતિ મેઈન પ્રોડક્ટ, અવધિ-મતાપર્યવ બાય પ્રોડક્ટ
પ્રશ્નકર્તા: આપ્તવાણીમાં આવે છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાન માટેનું કારણ છે અને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એની કંઈ આવશ્યકતા છે નહીં. કોઈવાર આવી જાય તો બરોબર છે ને ના પણ આવે ને સીધું, ડાયરેક્ટ કેવળજ્ઞાન પણ થઈ જાય. તો આ મારે જરા વધારે સમજવું છે.
દાદાશ્રી: એ જ્ઞાન કંઈ ખાસ કેવળજ્ઞાનને માટે આવે કે ના આવે તેની જરૂર નથી. આપણે જે ગામ જવું છે, કેવળજ્ઞાન સુધી આપણે જવું છે. કેવળજ્ઞાન સ્વરૂપ આપણે થવું છે. એમાં આ જ્ઞાન ન હોય તો વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ કોઈને આવે ખરું ?
દાદાશ્રી : હા, ઘણાને ઉદય ના આવે ને કોઈને આવેય ખરું, પણ એ હેલ્ડિંગ નથી એ. એના વગર કેવળજ્ઞાન અટકી શકે એવું નથી. મતિજ્ઞાન તો એ વધતું વધતું નવ્વાણું પૂરા થાય ત્યારે કેવળજ્ઞાન થાય. મતિજ્ઞાન ટૉપ ઉપર જાય ત્યારે કેવળજ્ઞાન થાય અને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન થાય કે ના થાય એની પછી કશી પડેલી નથી. મતિજ્ઞાન ટૉપ ઉપર જવું જોઈએ, તો સીધું ડિરેક્ટ આત્મામાં આવી ગયો. એટલે મુખ્ય મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, એના પરિણામમાં આ કેવળજ્ઞાન છે અને આ અવધિ અને મન:પર્યવ તો બાય પ્રોડક્ટ, વચ્ચે રસ્તામાં આવતા સ્ટેશનો છે. કેવળજ્ઞાનને પહોંચતા પહોંચતા આ જ્ઞાન એની મેળે જ પ્રગટ થાય છે. એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. પ્રયત્ન મતિ અને શ્રત એમાં જ માણસે કરવાની જરૂર છે. પહેલા શ્રુતજ્ઞાન કમ્પલીટ થાય, ત્રણસો સાંઈઠ થાય. પછી જેમ જેમ શ્રુતજ્ઞાન પરિણામ પામતું જાય તેમ મતિજ્ઞાનમાં પરિણમે. મતિજ્ઞાન જ્યારે કમ્પલીટ ત્રણસો સાંઈઠ ડિગ્રીનું થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
પૂરણ-ગલત સ્વભાવતું, અવધિ-મતાપર્યવ પ્રશ્નકર્તા: મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનની જરૂર કેમ નહીં ?