________________
(૪.૩) “અક્રમથી ઓળંગ્યા શ્રત, મતિ, અવધિ ને મન:પર્યવા
૨૪૭
દાદાશ્રી : ના થાય, અત્યારે આ કાળમાં ના થાય. આ કાળ એવો છે કે થાય એવું નથી. બહુ જૂજ પ્રમાણમાં અવધિ અને બહુ જૂજ પ્રમાણમાં મન:પર્યવ થાય.
એટલે આ અવધિજ્ઞાન એ તો બધું કર્મના ક્ષયોપશમ ઉપર આધાર રાખે છે. આ કાળમાં કર્મના ક્ષયોપશમ એવા થાય એવા નથી. તે અવધિજ્ઞાન બહુ થાય એવું નથી. અવધિજ્ઞાન નાના પ્રકારનું થાય. આ કાળના કર્મના ક્ષયોપશમ એટલા બધા એ છે, દબાણ બહુ છે. એ કર્મના ક્ષયોપશમ બહુ ઓછા થઈ જવા જોઈએ. જ્ઞાતીતે નહીં રુચિ “અવધિજ્ઞાત'માં, ખપે કેવળ મોક્ષ જ
પ્રશ્નકર્તા ઃ આપને શ્રુતજ્ઞાન છે તો એમાં અવધિજ્ઞાન આવી ગયુંને ?
દાદાશ્રી : ના, અવધિજ્ઞાન ના આવે. અવધિજ્ઞાન પૌદ્ગલિક જ્ઞાન છે, તે જુદી વસ્તુ છે.
પાળુદેવને જે પાછલા અવતાર દેખાયા'તાને, તે એક જાતનું જાતિસ્મરણજ્ઞાન જ હતું.
પ્રશ્નકર્તા ઃ આપને ના હોય ?
દાદાશ્રી : ના હોય. અમને અવધિજ્ઞાન હોતને તો ઓરડીમાં રોજ છે તે લોક પૂછવા આવ્યા કરત કે મારા સસરા વડોદરાના દવાખાનામાં છે, તેનું શું થયું હશે ? ફલાણું શું થશે? તે મને રાત્રે દસ વાગેય ઊંઘવા ના દેત.
એ તો આ મોટા મોટા સાયન્ટિસ્ટો ને આ મોટા મોટા કેમિસ્ટો, એ કેમિકલ્સ બનાવતા હોય અને મને કહે કે દાદા, તમને અવધિજ્ઞાનથી દેખવામાં આવે છે ? મેં કહ્યું, ના બા, મારું કામ નહીં. એ તો બુદ્ધિના ખેલ છે. બુદ્ધિ હોય નહીં એટલે એમાં પડેય નહીંને ! અમને તો મોક્ષ એકલો જ જોઈએ છે ને કેવળજ્ઞાન સહિત રહેવું છે.