________________
(8.3)
‘અમ’થી ઓળંગ્યા શ્રુત, મતિ, અવધિ તે મન:પર્યવ
કાળ તે કર્મતા દબાણે, જૂજ અત્યારે આ જ્ઞાત
પ્રશ્નકર્તા : આજે કોઈ અધિજ્ઞાની ખરા, અહીંયા આ ભારત વર્ષમાં ?
દાદાશ્રી : ના. એ નાના પ્રમાણનું અવધિજ્ઞાન હોય. એટલે અવધિજ્ઞાન કહેવાય નહીં.
પ્રશ્નકર્તા : હા, પણ આટલા મહાત્માઓ છે બધા, તો એ કેમ થતું નથી ? દાદાશ્રી : એ આ દુષમકાળને લઈને.
પ્રશ્નકર્તા ઃ અહીંયા આપણા પર્યાયો કેટલા શુદ્ધ થઈ શકે ? કેટલા પ્રમાણમાં શુદ્ધ થઈ શકે ? કારણ કે આપણને અધિજ્ઞાન એ બધું જ્ઞાન તો થવાનું નથી, તો ?
દાદાશ્રી : એ જરૂર જ નહીં. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનની જરૂર જ નથી, જેને મોક્ષ જોઈતો હોય તેને. જેને આ જગતની લીલા દેખાડવી હોય એને અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનની જરૂર છે. પણ આમાં રોગ ના પેસે, એ મોટામાં મોટું એવું હોવું જોઈએ ને ! આપણે તો મોક્ષે જવું છે અને લોકો મોક્ષમાં જાય એવો રસ્તો કરવો છે, બીજી કાંઈ પાઘડી-બાઘડી બાંધવી નથી.
પ્રશ્નકર્તા : પણ એ આપોઆપ ના થાય? દાદા ? જરૂર પણ ન હોય છતાં પણ જો પર્યાયો શુદ્ધ થતા જાય તો... ?