________________
(૪.૧) અવધિજ્ઞાન
૨૩૭
એટલો જ ફેર. પંદર અવતાર મનુષ્યના ગયા હોય, એને સોળમો અવતાર તિર્યંચનો હોય તો અવધિજ્ઞાનમાં પંદર જ અવતાર દેખાય અને આ કેવળજ્ઞાનમાં છે તે અંતરાય ના હોય, ઠેઠ સુધી દેખાય.
લાયકાતે પ્રાપ્ત', નહીં તો અતર્થ મનુષ્યને દેવલોકોને અને નર્કગતિવાળા લોકોને એ અવધિજ્ઞાન હોય છે અને વચલા લોકોને, મનુષ્યને ને તિર્યંચને, બેઉને નથી હોતું.
પ્રશ્નકર્તા: દેવલોકોને આપ્યું, નર્કના જીવોને આપ્યું, માણસને અવધિજ્ઞાન કેમ ના આપ્યું ?
દાદાશ્રી : માણસને એની લાયકાત થાય ત્યારે પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી અવધિજ્ઞાન એને નકામું છે.
મનુષ્યને તો અવધિ અપાતું હશે ? નહીં તો પછી જાદુગરની પેઠ બધા માણસો ભેગા કરે ને આવું બધું બતાડે ને પૈસા ઉઘરાવે.
પ્રશ્નકર્તા એ અવધિજ્ઞાન હોય તો અનર્થ થઈ જાય !
દાદાશ્રી : હા, એટલે આ જે છે એમાં જ બરોબર, કરેક્ટ છે. નહીં તો પછી આ છોડી પૈણવાની છે પણ આવતી સાલ રાંડવાની છે. આ ધંધો કરું તો સાત વર્ષે નાદારી જવાની છે. ધંધો વચ્ચે ઊંચો થઈ ખૂબ પૈસા કમાશે ને પછી સાત વર્ષે નાદારી જવાની એ બધું આમ દેખાય ત્યારે શું દશા થાય ? અવધિજ્ઞાનમાં આ ધંધા કરનારાને, છોડી પૈણાવનારને દશા શું થાય ?
પ્રશ્નકર્તા : એમ ખ્યાલ આવે કે હવે અંત દેખાય છે.
દાદાશ્રી : અંત નથી દેખાતો એ ઉત્તમ વસ્તુ છે. આ મનુષ્યોને સહેજેય જો કદી આગળથી જ્ઞાન આપ્યું હોય તો આ મનુષ્યો એમને એમ જીવતા જ મરેલા હોત. આ તો જીવતા અધમૂઆ તો છે જ ! પેલા તદન મરી ગયેલા હોત. એમાં મજા ના આવે. કારણ કે જ્યાં નફો હોય ત્યારે તો આનંદ થાય જ એને અને ખોટની મહીં ઉપાધિ. એટલે આવતી સાલ