________________
૨૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : એટલે આમ ઉપયોગ મૂકીને તો દેખાયને ?
દાદાશ્રી : ના, એ ઉપયોગ જ ના રહેને ! ઉપયોગ પહોંચે નહીંને ! આ સીમિત અવધિજ્ઞાન હોય છે, પરમાવધિ હોય આ. પરમાવધિ હોય તો બધું દેખાય. તે પરમાવધિમાં શું દેખાય ? પૌદ્ગલિક બાબતો. તે પરમાવધિમાં દેખાય પણ તે બહારનું. પણ અત્યારે પરમાવધિ જ્ઞાન હોય નહીં.
અત્યારે તો મન:પર્યવજ્ઞાન ઊડી ગયું છે. અવધિજ્ઞાન સુધીનું છે હજી. તે હજુ પૂર્વભવનું કંઈક હોયને, એંસી વર્ષના થઈને મરી ગયા, પછી આપણે અહીં અગિયાર વર્ષનો થાય એટલે ઉદય આવે. કારણ કે ઈચ્છાવાળા, કંઈક ઈચ્છા હોય બહાર બધું જોવાની, પુદ્ગલો અહીં આગળ શું શું છે, તે બધું જોવાની ઈચ્છા તો એને અવધિજ્ઞાન થઈ જાય રસ્તે જતા.
અવધિજ્ઞાત સીમિત, કેવળજ્ઞાન અસીમ પ્રશ્નકર્તા : અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન, એમાં શું તફાવત છે ?
દાદાશ્રી : અવધ એટલે સીમા. અમુક સીમા નક્કી થયેલી, તે અમુક સીમા સુધી દેખાય. એમને કેવળજ્ઞાન ના હોય. કેવળજ્ઞાન એટલે અસીમ જ્ઞાન, સીમારહિત જ્ઞાન. અવધની બહાર જાય એ કેવળજ્ઞાન.
અવધિ એટલે લિમિટ, પરમાવધિ એટલે મોટી લિમિટ અને કેવળજ્ઞાન એટલે અનલિમિટેડ. કેવળજ્ઞાન એટલે સર્વ ભૂમિકાનું જ્ઞાન.
તિર્યંચે અટકે અવધિ, ન અટકે કેવળજ્ઞાનમાં
પ્રશ્નકર્તા: ‘એક ધ્યાન અનંતા ભવનું જ્ઞાન” એવું કેમ કહેવામાં આવ્યું છે ?
દાદાશ્રી : અનંતા ભવનું જ્ઞાન એટલે કેવળજ્ઞાન થયું કહેવાય ને એ અનંતા ભવમાં શું જોવાનું ? અવધિજ્ઞાનમાં કંઈ સુધી દેખાય ? એ એમાં તિર્યંચ આવે ત્યારે અટકી જાય ને આમાં (કેવળજ્ઞાનમાં) અટકે નહીં