________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નફો છે, એની આગળ તો ખોટ છે તે બધું એને ખ્યાલ આવે તો પાછું ઉપાધિ થઈ પડે. એટલે ઉપાધિમય જ જીવન જીવે. એટલે મનુષ્ય માત્રને આ આગળ ન જાણવું એ ઉત્તમ છે. કિચિંત્માત્ર આવું જાણવું એ એને ફાયદાકારક નથી. અને એ જ્ઞાન જો આપણને હોય તો આપણી લાઈફ ખલાસ થઈ જાય, યુઝલેસ થઈ જાય. એટલે એ જ્ઞાન નથી તેથી આપણે રોફથી ફરીએ છીએ.
૨૩૮
આપણને જો કદી આ ફોરકાસ્ટ (આગાહી)નું જ્ઞાન આપ્યું હોતને તો મનુષ્યો બધા, આ દુઃખ તો છે બધા, એથીય અત્યંત દુઃખમાં હોત. એટલે નથી એટલું સારું છે. ફોરકાસ્ટનું જ્ઞાન આપ્યું હોતને તો આપણે અહીં સુખેય આપનારું થાય ને દુઃખેય આપનારું થાય. જો સારો યોગ જામવાનો હોય તો સુખ આપનારું થાય, નહીં તો દુઃખ આપનારું થાય. એ કામનું જ નથી. એના કરતા એ બધું અજાણ્યું જ રહેલું છે એ સારું છે ને ? કેમ લાગે છે ?
તા ટકે અવધિજ્ઞાન, સંકલ્પ-વિકલ્પે
પ્રશ્નકર્તા ઃ અવધિજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ લોકોને કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : એ પ્રાપ્તિ થાય એવી ચીજ નથી. એ તો આવરણ એની મેળે તૂટી જાય ને દેખાય બધું. બહુ હેલ્સિંગ વસ્તુ નથી એ.
પ્રશ્નકર્તા ઃ બરાબર.
દાદાશ્રી : નહીં તો કાલે ગાડીમાં એક્સિડન્ટ થશે, તે સવારથી નીકળે નહીં. હવે તે ઘડીએ જ્ઞાન જતું રહે પેલું. એની ઉપર સંકલ્પ-વિકલ્પ કર્યા તો જતું રહે. એ તો કોને આ જ્ઞાન ટકે ? કે એવું અથડાવવાનું છે, એ થવાનું છે તોયે નીકળે તેને ટકે. એટલે આ જ્ઞાનથી આ લોકોને આગળની વિગત દેખાડવામાં આવે જ નહીં. મુશ્કેલીમાં મૂકાય જાય, સંસાર બધો બગડી જાય.
એટલે એ જો જાણે ને તો પણ ત્યાં જવું જ પડે. એટલે એવું કોઈને