________________
હું'ને દુઃખ પડે છે, મૂળ આત્માને તો કશું અડતું નથી. એને દુઃખ કેમ થાય છે ? “હુંપણાની બિલીફ છે, “હુંપણું માન્યું છે માટે. પાવર બિલીફરૂપે આવ્યો છે, એ પાવરનું દુ:ખ છે. પાવર ખેંચાઈ જાય, બિલીફ છૂટી જાય તો દુઃખ જતું રહે.
“હું'ને શુદ્ધાત્માની બિલીફ બેસતી નથી, એને “પાવર ચેતન'ની બિલીફ બેસે છે. એ અજ્ઞાનતાને લઈને આ સંસાર ઊભો થયો છે. આત્મા તો ભગવાન જ છે. અજ્ઞાનથી બે તત્ત્વો એકાકાર થઈ ગયા છે અને જ્ઞાનથી બે તત્ત્વોને જુદા પાડે ત્યારે છૂટે.
વ્યવહાર આત્મા એ જ પાવર ચેતન. ક્રોધ-માન-માયા-લોભ એ જ પાવર ચેતન.
વ્યવહાર આત્મામાં ચેતન આવ્યું ક્યાંથી ? નિશ્ચય આત્મા કંઈ ચેતન આપતું નથી. ત્યાં જ બધું આખું વિજ્ઞાન ઊભું રહ્યું છે.
જ્યાં સુધી પોતે અજ્ઞાન જાણે છે ત્યાં સુધી એ વ્યવહાર આત્મા છે અને જ્યારે પોતે જ્ઞાન જાણે છે ત્યારે એ નિશ્ચય આત્મા છે, ખરો આત્મા છે.
ભણે છે, ભણાવે છે, ડૉક્ટર થાય છે, જ્ઞાની થાય છે એ બધું પાવર ચેતન છે. એક આત્મામાં તમામ પ્રકારના જ્ઞાન છે, તેથી પાવર ચેતન ઊભું થઈ શકે છે.
મૂળ આત્મા એ આખા બ્રહ્માંડનું જ્ઞાન જ છે, પણ એક અંશ ઉપર ગયો એટલે પેલું સર્વાશ ખોઈ નાખ્યું. ડૉક્ટરી જ્ઞાન ખુલ્લું કરવા જાય એટલે બીજું બધું અંધારું થઈ જાય.
સૂર્યનારાયણ કરવા આવતા નથી, લોકો એમના પ્રકાશનો લાભ ઊઠાવે છે. સૂર્યને લેવાદેવા નથી, એમની હાજરીથી બધું થાય છે. એવું આત્માની હાજરીથી થાય છે, એમાં આત્મા કર્તા નથી.
મૂળ આત્માને કંઈ પણ કરવું હોય તો કરી શકે નહીં અને કરવું હોય તો એને આ પાવર ચેતનથી પૂતળું બને તો કરાય, નહીં તો થાય નહીં.
(32