________________
સ્ટીલના પ્યાલાની બહાર મોઈશ્ચર કંડેન્સ થશે (ભેજ જામે). સ્ટીલના પ્યાલાની સપાટી ઝાંખી પાણીવાળી થશે, ઝાકળ બાઝશે. થોડીવારમાં ટીપા બાઝશે પછી રેલા ઊતરશે. પ્યાલા નીચે ખાબોચીયું ભરાશે. પછી ટેબલ ઉપરથી રેલો ચાલુ થશે. ટેબલની કોર્નરથી નીચે જમીન ઉપર એ ટીપા પડશે.
પાણીમાં ઠંડી ઘાલી, જેનાથી બહાર પરમાણમાં સક્રિયતા ઊભી થઈ ગઈ. ઝાકળ, ટીપા, રેલા, ધાર ને પછી ખાબોચીયું થશે. આ બધું ઠંડકથી થયા જ કરે. ઠેઠ પાણી રૂમ તાપમાને આવશે ત્યારે આ પ્રક્રિયા બંધ થશે.
દા.ત. પાણી એ મૂળ આત્મા, ઠંડી-અજ્ઞાન, ગરમી-જ્ઞાન. હવામાં ભેજ તે પરમાણુ. તેમાં ઝાકળ-પ્રયોગશા, ટીપા-મિશ્રસા, રેલા-પ્રકૃતિ, ધાર-પ્રકૃતિની ક્રિયા બધું જડમાં ઑટોમેટિક થઈ જાય છે, ફક્ત ઠંડીથીઅજ્ઞાનથી શરૂ થયેલી, ગરમીથી-જ્ઞાનથી ક્રિયા ઑટોમેટિક બંધ થઈ જાય છે. જે કંડેન્સેશનથી ઝાકળ, રેલા, ટીપા હોય તેય ઊડી જાય છે, ખરી પડે છે. આમાં પાણી-મૂળ આત્મા, એવું જ રહ્યું છે. ગરમી-ઠંડીથી, જ્ઞાનઅજ્ઞાનથી જડમાં હલન-ચલન દેખાય છે, તે કોણે કર્યું ? આ વિજ્ઞાન છે. વિજ્ઞાન જાણો તો કોણે કર્યું એ સમજાય. વિજ્ઞાન ન જાણો તો ભ્રાંતિથી ઘણા બધા ઉપર આક્ષેપ જાય કે આણે કર્યું.
દરઅસલ ચૈતન્ય એ મૂળ આત્મા છે. જડ અને ચૈતન્ય પાસે આવવાથી જે વિશેષભાવ થયો, “હું ચંદુ તે પાવર ચેતન છે. જે જડમાં પાવર ભરે છે અને પાવર ભરાયા પછી જડ પણ પાવરવાળું કૂદાકૂદ કરે, બધું કરે.
કોર્ટો ચાલે છે, મેજિસ્ટ્રેટ બને છે, વડાપ્રધાન બને છે, કલેક્ટર હલ થાય પણ એ બધું મૂળ ચેતન નહીં, પાવર ચેતન. શરીરમાં પાવર છે, ત્યાં સુધી પાવરથી શરીર ચાલે. પાવર પૂરો થાય કે પડી જાય.
આત્મા બળતો નથી, કપાતો નથી. શરીર જડ છે તો શરીરને કંઈ વાગે તો દુ:ખ કેમ થાય છે ? આ શરીર તદન જડ નથી, એ પાવર ભરેલું છે માટે દુઃખ થાય છે. આત્મા નીકળી ગયા પછી તદન જડ કહેવાય. પછી કાપો તોય વાંધો નહીં.
|
31.