________________
થશે ત્યારે છૂટકારો થશે. મૂળ ભગવાન જેવો પોતે થશે ત્યારે પૂર્ણાહુતિ થશે. જ્ઞાની એ મૂળ આત્મા ના કહેવાય, વ્યવહાર આત્મા કહેવાય, પુદ્ગલ કહેવાય. જ્ઞાની થયા એટલે હજુ થોડું બાકી રહ્યું. દરઅસલ આત્મા તો સંપૂર્ણ સર્વજ્ઞ જ છે.
સ્વ-પર પ્રકાશક છે તે વ્યવહાર આત્મા થાય છે. મૂળ આત્મા પોતે સ્વનોય પ્રકાશ નથી ને પરનોય પ્રકાશક નથી, સંપૂર્ણ પ્રકાશક છે. એને કોઈ વિશેષણ જ નથી. જેટલા વિશેષણો છે તે વ્યવહાર આત્માના છે. જેને કોઈ વિશેષણ ના હોય તે મૂળ આત્મા.
[3] પાવર ચેતન
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ આ જગતમાં પાંચ ઈન્દ્રિયથી જે અનુભવાય છે, એમાં મૂળ ચેતન કશું કરતું નથી. મૂળ ચેતન તો વપરાતું જ નથી, એ જેવું છે તેવું જ મહીં છે, એમાં કશો ફેર થયો નથી.
એન્જિનિઅર તરીકે કામ કરે છે, તેમાં આત્મા છે જ નહીં. હા, આત્માની શરીરમાં હાજરી છે. જેમ સૂર્યનારાયણની હાજરીથી લોકો અનેક જાતના કામ કરે છે, જેવા કે ખેતીવાડી, ઊર્જા ઉત્પન્ન કરી શકે. તેમાં સૂર્યનારાયણ પોતે કશું કરવા આવતા નથી.
એવી રીતે તમામ કાર્યોથી પર એવો મહીં આત્મા જુદો જ રહ્યો છે.
તો પછી કરે છે કોણ ? પાવર ચેતન. એટલે નથી જડ કે નથી ચેતન, જેને મિશ્ર ચેતન કહેવાય. પાવર ચેતનથી મન-વચન-કાયાની ત્રણ બૅટરીઓમાં પાવર ભરાય છે. જે બીજે અવતારે ફળ આપે છે.
સ્વભાવિક જડ એને શુદ્ધ પરમાણુ કહેવાય. જ્યારે પરમાણુ ચાર્જ થાય, વિભાવિક થાય એને પુદ્ગલ કહેવાય. એમાં પાવર ભરાય છે, પુદ્ગલ પાવરવાળું થયું છે.
સ્ટીલના પ્યાલામાં પાણી હોય, એ પાણીને ઠંડું કરવાનું મશીન હોય તો પાણીનો બરફ થાય. હવે એ પ્યાલાને ટેબલ ઉપર મૂકી રાખીએ તો
30