________________
કરતોય નથી. નિશ્ચય આત્મા તો શું કહે છે કે આ વ્યવહાર આત્મા જેવી રીતે અજ્ઞાનતાથી ઊભો થયો છે, હવે જ્ઞાન કરીને સમાઈ જા, પોતાના સ્વરૂપમાં.
પુદ્ગલનો ગુણ એવો છે કે જેવું આપણે માનીએ એવું એ સ્વરૂપ પુદ્ગલનું થઈ જાય અને હું કર્તા નથી, જ્ઞાતા-દ્રષ્ટા છું એવું ભાન થાય અથવા તો એ પુદ્ગલને કશું ના થાય અથવા હોય તોય છૂટા થઈ જાય.
આ જ્ઞાન મળવાથી વ્યવહાર આત્મામાં રહીને પોતે મૂળ આત્માને જોયો અને ત્યાંથી ચંભિત થઈ ગયા કે ઓહોહો, આટલો આનંદ ! એટલે પછી એ તરફ રમણતા ચાલી, જે પહેલા ભૌતિકમાં રમણતા હતી.
જ્ઞાન મળ્યા પછી પોતાને મૂળ આત્માની પ્રતીતિ બેસે છે, એને દર્શન કહેવાય. પછી હું શુદ્ધાત્મા છું, આ ચંદુભાઈ નથી” એવી જાગૃતિ રહે એને લક્ષ કહેવાય. પછી આજ્ઞા પાળવાથી રોજ રોજ ભાન થતું જાય. જેટલો અનુભવ થતો જાય એટલું ભાન થતું જાય. ભાન એ જ અંશ જ્ઞાન, અંશ અનુભવ થયો કહેવાય. સર્વાશ અનુભવને આત્મજ્ઞાન થયું કહેવાય. પછી ચારિત્રમાં આવે. એટલે બિલીફ આત્મા, લક્ષ આત્મા પછી ભાન આત્મા, જ્ઞાન આત્મા અને છેલ્લે પૂર્ણ થયું તે ચારિત્ર આત્મા. આપણને જ્ઞાન મળવાથી બિલીફ અને લક્ષ તો બેસી ગયા, હવે ભાન રહેવું જોઈએ. ભાન આત્મામાં આવ્યો એને કશું અડતું નથી ને નડતુંય નથી. દાદાશ્રી કહે છે, અને જ્ઞાન આત્મામાં રહીએ છીએ, ચારિત્ર આત્મામાં પૂરું આવ્યા નથી.
વ્યવહાર આત્માનું કારણ ભાવકર્મ છે અને જ્ઞાન મળવાથી ભાવકર્મ ઊડી ગયું.
હવે મનની અવસ્થામાં જે તન્મયાકાર થઈ જવાય છે, તેને તે ‘હોય મારા” કહી જુદું જોવું પડે. કારણ કે અનાદિનો અભ્યાસ જુદા થવા દેતો નથી, તે એને મીઠાશ વર્તે છે.
જ્ઞાન કોનું? પુદ્ગલનું. તેને વ્યવહાર આત્મા ડવલપ થતો હું) કહીએ છીએ. આત્મા તો સંપૂર્ણ જ્ઞાની જ છે. વ્યવહાર આત્મા પૂર્ણ જ્ઞાની
29