________________
છે એને જ આત્મા માને છે. આ તો વ્યવહાર આત્મા છે. એ તો માનેલો આત્મા છે, ખરો આત્મા નથી. ખરો આત્મા અચળ છે, એને પીડા અડતી નથી. માનેલો આત્મા ચંચળ છે, એને પીડા છે.
એક આત્મા જે વ્યવહારમાં (વર્તનમાં) કામ કરે છે, વ્યવહાર ચલાવી લે છે તે આત્મામાં તમે (તમારી રોંગ બિલીફથી) અત્યારે છો. તમારો કર્તાભાવ છે ત્યાં સુધી તમે આ વ્યવહાર આત્મામાં છો અને કર્તાભાવ છૂટી જાય તો તમે (રાઈટ બિલીફથી) મૂળ આત્મામાં આવો. મૂળ આત્મા અક્રિય છે. પોતાનું અક્રિયપણું થાય તો પોતે મૂળ આત્મામાં તન્મયાકાર થાય અને જ્યાં સુધી કર્તાભાવ છે ત્યાં સુધી ભ્રાંતિ છે, આપણને ત્યાં સુધી વ્યવહાર આત્મામાં રહેવાનું. દેહાધ્યાસનો દોષ બેસે ને કર્મ બંધાય.
જ્યારે તમને જ્ઞાન થાય ત્યારે તું પોતે અકર્તા છો, નહીં તો અજ્ઞાન છે ત્યાં સુધી તું કર્તા જ છો. ‘હું ચંદુ છું, કર્તા છું’ ત્યાં સુધી કર્મ બંધાશે. ‘હું શુદ્ધાત્મા અને ચંદુભાઈ જુદા છે,' એ ભાન રહેશે તો કર્મ બંધાતા અટકી જશે.
ચાર્જ થયેલું જ્યારે બીજે અવતાર ડિસ્ચાર્જ થાય ત્યારે વ્યવહાર આત્માની જરૂર નથી. (મૂળ આત્માની હાજરી હોય છે જ.) જેમ ચાર્જ થયેલી બૅટરી (સેલ) હોય, તે પેલી ઢીંગલીમાં મૂકો, એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસથી ડિસ્ચાર્જ થયા જ કરે. ચાર્જ કરનારી વસ્તુની હવે જરૂર નથી.
મૂળ ચેતન તો શરીરમાં તદ્દન જુદું જ રહે છે. એ કશું જ કરતું નથી. જેમાં ચેતન નથી તે કર્યા કરે છે. એને (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા કહ્યો.
ચાર્જમાં પોતે હોય, પોતે અહંકાર હોય, કર્તા હોય. ચાર્જમાં વ્યવહાર આત્મા, મિશ્ર ચેતન જોઈએ અને ડિસ્ચાર્જમાં, નિશ્ચેતન ચેતનમાં એની જરૂર નહીં.
વ્યવહાર આત્મા જ કર્તા છે, નિશ્ચય આત્મા કર્તા નથી ને કશું કર્મ
28