________________
થયા કરે છે એ વ્યવહાર આત્મા છે. આ માનેલો આત્મા એટલે વ્યવહાર આત્મા એ વિભાવિક છે, એમાં આટલુંય ચેતન નથી.
મૂળ આત્મા અને વ્યવહાર આત્મા કોઈ દહાડો જોઈન્ટ થયા જ નથી, બેઉ છૂટા જ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિએ. કેવળજ્ઞાન સ્વરૂપે મૂળ આત્મા દરેકમાં છૂટો જ છે. આ તો પોતાને બંધન અજ્ઞાનતાથી લાગે છે, તે જ્ઞાનથી છૂટા પડે છે, બાકી નહીં તોય છૂટા જ છે.
જ્યાં સુધી રોંગ બિલીફ છે, અજ્ઞાન માન્યતા કે “હું ચંદુભાઈ છું ત્યાં સુધી એને મૂઢાત્મા કહેવાય. એ રોંગ બિલીફ ફ્રેક્ટર થઈ જાય ને રાઈટ બિલીફ બેસે ત્યારે શુદ્ધાત્મા કહેવાય.
જો તમે વ્યવહારિક કાર્યમાં મસ્ત છો તો તમે વ્યવહાર આત્મા છો અને નિશ્ચયમાં મસ્ત છો તો તમે નિશ્ચય આત્મા છો. મૂળ તમે ને તમે જ ડેવલપ થતો હું).
દેહ છૂટે એની જોડે કાર્ય વ્યવહાર આત્મા ફળ આપીને, ડિસ્ચાર્જ થઈને ખલાસ થઈ જાય છે પણ બીજો કારણ વ્યવહાર આત્મા ચાર્જ કરતો જાય છે, તે જોડે બીજે ભવ જાય છે.
- વ્યવહાર આત્મા એ જ પ્રતિષ્ઠિત આત્મા. પોતાની પ્રતિષ્ઠા કરેલી છે માટે ઊભો થયો છે. આ વ્યવહારને સત્ય માનશો તો વ્યવહાર આત્મા ઊભો થશે. અત્યારે વ્યવહાર આત્મામાં જ્ઞાન-દર્શન ને ચારિત્ર વર્તે છે. નિશ્ચય આત્માનો સ્પર્શ થાય, નિશ્ચય આત્માનું જ્ઞાન-દર્શન ને ચારિત્ર ઊભું થાય તો કલ્યાણ થઈ ગયું. અત્યારે અજ્ઞાન દશામાં પોતાને વ્યવહાર આત્માનો સ્પર્શ છે, અહંકાર ઊભો થયેલો છે.
વ્યવહાર આત્મા એ જ (સૂક્ષ્મતમ) અહંકાર. એને દાદાશ્રી એ પાવર આત્મા કહ્યો.
વ્યવહાર આત્માને જ લોકોએ નિશ્ચય આત્મા માની લીધો છે. વ્યવહાર આત્માની નિંદા કરવાની હતી, એને વોસિરાવી દેવાનો હતો. મૂળમાં જ ભૂલ થઈ ગઈ. નિશ્ચય આત્મા મહીં જુદો છે એ ભૂલી જ ગયા.
જગતના લોકો તો આ જે કામ કરે છે, દાન આપે છે, ઉપદેશ આપે
27