________________
ભૌતિક પદાર્થોમાં લોભાય એ વ્યવહાર આત્મા અને મૂળ આત્મા તો અનંત શક્તિવાળો છે, જે દેહમાં નિરંતર મુક્ત જ છે. વ્યવહાર આત્મા કર્મો સહિત છે, દેહમાં બંધાયેલો છે.
મૂળ આત્મા એ કેવળજ્ઞાન સ્વરૂપ છે. નિશ્ચય આત્મા એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. સંજોગોના દબાણથી વિભાવ ઊભો થવાથી આ નિશ્ચય આત્મા જેવો છે તેવો જ રહીને તેના અંગે વ્યવહાર આત્મા ઊભો થયો છે.
જેમ અરીસા પાસે જઈએ તો બે ચંદુભાઈ, બહાર છે એવા અંદર દેખાયને ? બહાર છે એ નિશ્ચય આત્મા, અરીસામાં દેખાય છે એ વ્યવહાર આત્મા. નિશ્ચય આત્માને આવરણ નથી ચઢેલું. સંજોગના દબાણથી ઊભો થયો છે તે વ્યવહાર આત્મા અરીસામાં દેખાય છે. તે પાઠ ભજવી
રહ્યો છે. તેમાં પોતાને ‘હું’પણું મનાય છે. ‘હું ચંદુ છું, હું કરું છું, આ દેહ મારો છે’ એટલે એ ભ્રાંતિનો આત્મા, માનેલો આત્મા છે, અહંકાર ઊભો થઈ ગયો છે. અહંકાર જાય એટલે પાછો મૂળ આત્મા થઈ જાય. એટલે બે આત્મા હોતા નથી, એક આત્માના બે ભાગ પડી ગયા છે. કારણ કે પોતાને પોતાનું રિયલાઈઝેશન થયું નથી, એટલે અહંકાર ઊભો થઈ ગયો. અહંકારને આ ‘હું છું, મારું છે' થયું, તેનાથી આ નવો વ્યવહાર આત્મા
ઊભો થઈ ગયો.
વ્યવહાર આત્મા ભ્રાંતિમય હોય છે અને નિશ્ચય આત્મા શુદ્ધ જ હોય છે. નિશ્ચય આત્માનું અવલંબન લઈ વ્યવહાર આત્માને ક્લિયર કરવાનો છે. નિશ્ચય આત્મા સહજ જ છે, વ્યવહાર આત્માને સહજ કરો એટલે એ બે એક થઈ ગયા, પછી કાયમના પરમાત્મા થયા.
વ્યવહાર આત્મા એ જ પાવર ચેતન છે, મિશ્ર ચેતન છે.
શુભ-અશુભ ભાવ થાય તેમાં વ્યવહાર આત્મા એકલો નથી, નિશ્ચય આત્મા ભેગો હોય છે. પોતાની ‘હું’ની માન્યતા જ એ છે કે આ હું એક જ છું. એટલે ભાવનો કર્તા, સ્વરૂપની અજ્ઞાનતા. સ્વરૂપનું જ્ઞાન થાય ત્યાં સ્વભાવ ભાવ હોય.
મૂળ આત્મા નિરંતર સ્વભાવમાં જ રહે છે. જે સ્વભાવ-વિભાવ
26