________________
“આ મારાથી નથી થતું, તે “નથી થતું એવું બોલવાથી પ્રતિષ્ઠિત આત્માની શક્તિ છિન્નભિન્ન થઈ જાય. આપણે પ્રતિષ્ઠિત આત્મા પાસે, ચંદુ પાસે બોલાવવું કે બોલ “અનંત શક્તિવાળો છું'. એનાથી પ્રતિષ્ઠિત અહંકાર ઘટતો જાય, તેમ પ્રતિષ્ઠિત આત્માનું આત્મવીર્ય વધતું જાય. અહંકારને લીધે આત્મવીર્ય તૂટી જાય છે.
પ્રતિષ્ઠિત આત્મા જેમ જેમ ઓગળે તેમ તેમ શુદ્ધાત્મા નિરાવરણ થતો જાય.
આપણે પૂર્ણાહુતિ કરવી હોય તો બે ભાગ રાખવા. એક ફાઈલ ભાગ તે પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ પોતાનો ભાગ શુદ્ધાત્મા. ફાઈલોમાં ભૂલવાળા ભાગને લીધે વિચારો આવે તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તો બન્ને ભાગમાં યથાર્થ જુદા રહી શકાય. તે તેમ ના રહેવાય તો ફાઈલ પાસે પ્રતિક્રમણ કરાવવું.
વ્યવહાર જુએ-જાણે એ શુદ્ધાત્મા ને રાગ-દ્વેષ કરે એ પ્રતિષ્ઠિત
આત્મા.
શુભ-અશુભ, અશુદ્ધ ઉપયોગ પ્રતિષ્ઠિત આત્માના ને શુદ્ધ ઉપયોગ શુદ્ધાત્માનો અને તેય ખરી રીતે પ્રજ્ઞાનો.
શુદ્ધાત્મા એ સ્વ-પર પ્રકાશક ને (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા એ પર પ્રકાશક. શુદ્ધાત્મા એ જ્ઞાતા ને પ્રતિષ્ઠિત આત્મા એ શેય. સૌથી સારામાં સારું પોતે બનાવેલો પ્રતિષ્ઠિત આત્માને જોવો.
આપણે તો મૂળ ચેતનને ઓળખીને મૂળ ચેતનમાં રહીને (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માનો નિવેડો લાવવાનો છે. આ મૂળ ચેતનમાં પોતે ના રહીને આ ઊભું થયું છે.
[૨] વ્યવહાર આત્મા પોતે માને છે કે “હું ચંદુ એ જ વ્યવહાર આત્મા. એ સાચો આત્મા નથી. એટલે એક મૂળ આત્મા અને આ વ્યવહારમાં વર્તતો, ચંદુ નામધારી, લોકો તમને ચંદુ તરીકે ઓળખે એ વ્યવહાર આત્મા. વ્યવહારમાં જેને પોતે આત્મા માન્યો તે.
25