________________
આજ્ઞા કોણ પાળે ? પ્રતિષ્ઠિત આત્મા ? ના. આજ્ઞા તમારે પાળવાની ને આજ્ઞા મૂળ આત્માની રિપ્રેઝેન્ટેટિવ એવી પ્રજ્ઞાશક્તિ પળાવડાવે. મોક્ષે લઈ જનારી બધી ક્રિયા પ્રજ્ઞા કરે છે, જ્યારે ભેદ પડાવે તે લબાડો (બુદ્ધિ, કષાયો) છે. તન્મયાકાર થાય છે તે પ્રતિષ્ઠિત આત્મા છે.
દાદાશ્રીને પ્રતિષ્ઠિત આત્મા ખરો ? પ્રતિષ્ઠિત આત્મા વગર દેહ જીવે જ નહીં, પણ જ્ઞાનીઓને પ્રતિષ્ઠિત આત્મા પોતાના આત્માની, દાદાની ભક્તિમાં અને પોતે શુદ્ધાત્મામાં રહે.
મહાત્માઓના અને દાદાશ્રીના પ્રતિષ્ઠિત આત્મામાં ફેર શો ? મહાત્માઓને અજ્ઞાનતાને લઈને ચંચળતા હોય, દાદાશ્રીને ચંચળતા નામેય ના હોય. ભોગવટામાં ફેર, દાદાશ્રીને ફર્સ્ટ ક્લાસ જેવી દશા, મહાત્માઓને થર્ડ ક્લાસ જેવી દશા, પણ ગાડીમાંથી ઉતરે ત્યારે સરખું બધાને. ગાડી મોક્ષે બધાને પહોંચાડશે.
શરીર ગરમ થઈ જાય તો જ્ઞાની આત્મા એને જાણે-જુએ અને પ્રતિષ્ઠિત આત્માને અશાતા ના ગમે, શાતા ગમે એટલે શાતાઅશાતા વેદે.
કેટલાકના શબ્દોથી ગોબા પડે, જેમ વાસણો અથડાવાથી થાય તેમ. જ્ઞાનીના શબ્દોથી મનને સહેજ ગોબો ના પડે. કારણ કે વાણીમાંય પ્રતિષ્ઠિત આત્મા ભળે નહીં તેથી.
પ્રતિષ્ઠિત આત્માની જ ભાંજગડ છે, મૂળ આત્મા તો વીતરાગ જ છે. એ પોતાનો સ્વભાવ ઓળખી જાય તો પોતે વીતરાગ જ છે. પોતે વીતરાગ થઈ ગયો તો પ્રતિષ્ઠિત આત્મા વીતરાગ બનતા વાર નહીં લાગે, પણ પ્રતિષ્ઠિત આત્માને ખરેખર વીતરાગતા હોય નહીં. એને વીતરાગતાનો પાવર આવે.
(ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા મૂળ આત્માનો પ્રતિનિધિ છે. પ્રતિષ્ઠિત આત્મા દોષ કરે તો પહોંચે છે મૂળ આત્માને.
અંતરાયો આવ્યા તેમ જાણો તેય જાગૃતિ. શુદ્ધાત્મામાં રહીને એનો સમભાવે નિકાલ કરવાનો.
24