________________
અક્કલ કે બબૂચકપણું બધું (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માનું.
પ્રતિષ્ઠિત આત્માનું સ્થાન તાળવામાં છે, ત્યાં રહ્યા રહ્યા બધું કામ કરે છે.
વાણી નીકળે છે તેમાં મૂળ (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્માની સંજ્ઞા કે મને નથી ગમતું કે ગમે છે. એ સંજ્ઞાથી તો કોડવર્ડ ઊભા થાય, કોડવર્ડમાંથી શોર્ટ હેન્ડ થઈ, પછી શબ્દરૂપે નીકળે એવી આ ટેપરેકર્ડ છે.
પ્રતિષ્ઠિત આત્માને વિશે કેવું છે કે સો માણસને રેતીમાં સુવાડ્યા હોય તો સુંવાળાને જુદું લાગે, કઠણને જુદું લાગે, કારણ કે દરેકે જેવી પ્રતિષ્ઠા કરી છે તેવું ફળ આવે.
ઊંચા પુરુષોના સંગથી સારો થાય, ખરાબ લોકોના સંગથી બગડી જાય, જેવું દેખે તેવો થાય, એવો પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ.
સમસ્યાઓ બધી પ્રતિષ્ઠિત આત્માની, શંકાશીલ એય પ્રતિષ્ઠિત આત્મા, અભિપ્રાયો પ્રતિષ્ઠિત આત્માના, એના પ્રમાણે મશિનરી ચાલવાની.
મૂળ આત્મા જીવતો-મરતો નથી, પ્રતિષ્ઠિત આત્મા જીવે-મરે, ભ્રાંતિરસના સાંધામાં.
જ્ઞાન મળ્યા પછી જેટલી પોતાને શુદ્ધાત્માની પ્રતીતિ રહે, તેટલો (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા બરફની જેમ ઓગળ્યા કરે. એક-બે અવતારે એ સંપૂર્ણ ઓગળી જશે.
જ્ઞાન પ્રાપ્ત થયા પછી નવી પ્રતિષ્ઠા બંધ થઈ જાય છે. નવો સંસાર ઊભો થતો બંધ થઈ ગયો.
પાછલા પ્રતિષ્ઠિત આત્માને લીધે પોતાને અજ્ઞાનતાથી “હું ચંદુ, આનો ફાધર’ એમ પ્રતિષ્ઠા થતી હતી. હવે જ્ઞાન પછી હું શુદ્ધાત્મા’ થઈ ગયો એટલે નવી પ્રતિષ્ઠા તૂટી ગઈ. આ ચંદુભાઈ એટલે પાછલો પ્રતિષ્ઠિત આત્મા, એ પાછલી ગનેગારી, એનો સમભાવે નિકાલ કરી નાખવાનો આજ્ઞામાં રહીને.
23