________________
વ્યવહાર આત્મા કહ્યો. એને જ દાદાએ નવી પ્રતિષ્ઠા કરનારો (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા કહ્યો. એ જ પ્રતિષ્ઠા ઊભી કરી કરીને આવતા ભવનો નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો કરે છે.
- જ્ઞાન મળ્યું તેને, પોતે શુદ્ધાત્મા થયો. હવે બાકી રહ્યો નિકાલ કરવાનો, તે ડિસ્ચાર્જ થતો પ્રતિષ્ઠિત આત્મા. જ્ઞાન ના લીધું હોય તેવા જગતના લોકોને તો એમનો પ્રતિષ્ઠિત આત્મા એ પોતે મૂઢ આત્મદશામાં જ છે, બહિર્મુખી આત્મા કહેવાય.
અજ્ઞાનતામાં એને જ આરોપિત આત્મા કહ્યો, એને જ વ્યવહાર આત્મા કહેવાય. એ સમજાવવા માટે કે જ્યાં પોતે નથી ત્યાં તેણે આરોપ કર્યો, એ (બિલીફમાં) આરોપિત આત્મા. એ આરોપ કર્યા પછી સ્થિર થાય ત્યારે પ્રતિષ્ઠિત આત્મા (જ્ઞાનમાં) કહેવાય. ત્યાં સુધી એ પ્રતિષ્ઠિત આત્મા ના કહેવાય. એ આરોપિતપણું સમજણ પાડીએ તો ઊડીયે જાય, પ્રતિષ્ઠા થતા પહેલા ઊડી જાય. એ સ્થિર થઈને આમ ઠરી જાય ત્યારે પ્રતિષ્ઠિત આત્મા થાય, જે બીજે અવતારે (વર્તનમાં) ફળ આપવાને લાયક થાય ત્યારે.
જ્યાં સુધી પોતાને જ્ઞાન ના હોય ત્યાં સુધી પોતે આરોપિત આત્મામાં (વ્યવહાર આત્મામાં) જ હોય. જ્યાં કંઈ પણ આરોપ જ કરેલો હોય, એ વખતે જે જે આપણે આત્મારૂપે “હું છું, મેં કર્યું માન્યું, તેનાથી આવતા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. આ દેહમાં “હું , મેં કર્યું એવી માન્યતાથી આવતા ભવ માટે પ્રતિષ્ઠા થઈ. “હું શુદ્ધાત્મા છું' ભાન થાય તો આવતા ભવ માટેની પ્રતિષ્ઠા ઊડી ગઈ. પછી નવી પ્રતિષ્ઠા ના થાય, નહીં તો અજ્ઞાન દશામાં પાછલો પ્રતિષ્ઠિત આત્મા ફળ આપે અને ફરી પ્રતિષ્ઠા ઊભી કરીને જાય. પ્રતિષ્ઠામાંથી પ્રતિષ્ઠા, એમાંથી પ્રતિષ્ઠા થયા કરે છતાં મૂળ આત્મા ત્રણેવ કાળમાં તેવોને તેવો શુદ્ધ જ રહ્યો છે.
(ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મામાં શું શું આવે ? શુદ્ધાત્મા સિવાય બધુંય પ્રતિષ્ઠિત આત્મા. પાંચ ઈન્દ્રિયોથી અનુભવે છે, પછી અંતઃકરણ, નામ, બધું પ્રતિષ્ઠિત આત્મામાં આવે. તેજસ શરીર ના આવે.
.22