________________
એ આત્મા એટલે (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા. એને શુદ્ધ કરો કહેશે. એ ક્યારે પત્તો પડે ?
નિશ્ચયનો સાધક આત્મા છે, સાધન આત્મા છે અને સાધ્ય પણ આત્મા છે ? મૂળ આત્માને સાધન અને સાધક હોય નહીં. પ્રતિષ્ઠિત આત્માને સાધક કહી શકાય. મૂળ આત્મા સાધક નથી, પરમાત્મા છે.
શાસ્ત્રોમાં આ શબ્દોથી જણાવ્યું છે, પણ જ્ઞાની પુરુષની હાજરી સિવાય કશું આનો ફોડ પડે નહીં.
(૧.૩) જ્ઞાત પછી જે શેષ વધ્યો તે પ્રતિષ્ઠિત આત્મા
ભાવ એટલે જ્યાં પોતે નથી, ત્યાં પોતાના અસ્તિત્વનું સ્થાપન કરવું. પોતે આત્મા છે પણ પોતે માને છે કે ‘હું ચંદુ છું’, એ ભાવમનથી નવો (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે અને આજનું દ્રવ્યમન એટલે ડિસ્ચાર્જ થતો પ્રતિષ્ઠિત આત્મા.
શુભ-અશુભ ભાવ થાય છે કોને ? પ્રતિષ્ઠિત આત્માને ? શુભઅશુભ ભાવ કરે તે શુદ્ધાત્માય ભાવ કરે નહીં અને ડિસ્ચાર્જ થતો પ્રતિષ્ઠિત આત્માય ભાવ કરે નહીં. આ તો ‘હું ચંદુભાઈ છું’ એમ જે માને છે, એ વ્યવહાર આત્મા ભાવ કરે છે. ભાવથી પ્રતિષ્ઠા કરે છે, તેનાથી આવતા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે.
અજ્ઞાન દશામાં ડિસ્ચાર્જ થતા પ્રતિષ્ઠિત આત્મામાં પોતે વ્યવહાર આત્મા ભળેલો જ છે, એ બન્ને એકાકાર જ વર્તે છે. તેથી ડિસ્ચાર્જ થતા પરિણામમાં શ્રદ્ધા એ જ વર્તે છે કે ‘હું જ છું આ’. એટલે નવું ચાર્જ થયા કરે છે. જ્ઞાન મળ્યા પછી ‘હું શુદ્ધાત્મા’ એવી શ્રદ્ધા બેઠી. એટલે ડિસ્ચાર્જ થતા પ્રતિષ્ઠિત આત્માથી પોતે જુદો પડી ગયો. એટલે સ્વરૂપ જ્ઞાન મળ્યા પછી બાકી રહ્યું તે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. જે પહેલા ‘હું’પણાની પ્રતિષ્ઠા દેહમાં કરી હતી, તે પ્રતિષ્ઠાનું ફળ રહ્યું છે, તે નિકાલી બાબતનો પ્રતિષ્ઠિત આત્મા.
વિભાવ જે ઊભો થયો કે ‘હું ચંદુ છું’ એ જ વ્યવહાર આત્મા અને એ જ અહંકાર. જે અજ્ઞાનમાંથી ઊભો થયો છે, એને જ શાસ્ત્રમાં
21