________________
[૪]
અવધિજ્ઞાત-મતાપર્યવજ્ઞાત
(૪.૧)
અવધિજ્ઞાત અવધિ દેખે, સીમિત પુદ્ગલ પર્યાયો પ્રશ્નકર્તા : અવધિજ્ઞાન એટલે શું ?
દાદાશ્રી : અવધિજ્ઞાન એટલે અવધ અર્થાત્ સીમાવાળું જ્ઞાન, તે સીમિત હોય. અવધિ એટલે લિમિટેડ, અમુક અવધમાં, નોટ અનલિમિટેડ.
પ્રશ્નકર્તા: તો દાદા, અવધિની શું મર્યાદાઓ ?
દાદાશ્રી : અવધિ એટલે અમુક મર્યાદા સુધીનું જ્ઞાન એ જોઈ શકે, જાણી શકે. એથી વધારે બધું ત્રિકાળી જ્ઞાન ના કહી શકે. ત્રણસો માઈલની રેડિયસ કે પાંચસો માઈલની રેડિયસ, એટલી લિમિટમાં દેખાય. બધું ધૂળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે તેવા, પણ લિમિટેડ.
અવધિજ્ઞાન એટલે અમુક હદ સુધી ત્યાં શું થઈ રહ્યું છે એ દેખાય પણ આત્માની વાત નહીં. પુદ્ગલનું શું થઈ રહ્યું છે, એ લિમિટ સુધી એને મહીં આંખો મીંચીને બહારનું બધું દેખાય, આ બધું અમુક જગ્યાએ આવું થઈ રહ્યું છે, અમુક જગ્યાએ આવું થઈ રહ્યું છે. કોઈને પચ્ચીસ માઈલ એરિયામાં, કોઈને પચાસ માઈલના એરિયામાં, તો કોઈને સો-સો માઈલ સુધી દેખાય. કોઈને બસ્સો-બસ્સો માઈલ સુધી દેખાય, કોઈને ત્રણસો