________________
૨૩૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : જાગતો હોય અને બેઠા બેઠા ઊંઘી જાય તેને “પ્રચલા' કહ્યું ને હેંડતા ઠંડતા ઊંઘી જાય તેને “પ્રચલા પ્રચલા' કહ્યું. ઊંઘમાં હેડે એને “સ્યાનગૃદ્ધિ કહ્યું. આ બધા દર્શનાવરણને લીધે છે. પહેલું, ચક્ષુ દર્શનાવરણ, આ દેખાતું નથી તેથી ચમા લાવવા પડે છે. બીજું, અચક્ષુ દર્શનાવરણ, એમાં કોઈ બોલે તે સમજાય નહીં, સંભળાય પણ સમજાય નહીં, કોઈ કહે ત્યારે વાત સમજાય નહીં, સ્વાદમાં સમજાય નહીં.
મતિજ્ઞાનાવરણને લીધે કારણ ખોળી ન શકે. કાર્યને જોઈને પણ કારણ ના સમજી શકે એ આવરણને લીધે.
પ્રશ્નકર્તા: એ જ્ઞાનને સ્પર્શ કે દર્શનને ?
દાદાશ્રી : આ દર્શનને લેવાદેવા નથી, એ જ્ઞાનને પહોંચે. દર્શન સામાન્ય ભાવે હોય ને આ (જ્ઞાન) વિશેષ ભાવે હોય. કેટલાકને કાર્ય થયું સમજાય પણ કારણ ખબર ના પડે. કેટલાકને કારણ જુએ પણ એનું ફળ શું હશે એ ના સમજાય એ મતિજ્ઞાન આવરણને લીધે.
આવરણ શાથી? કે કુમતિ ને કુશ્રુત પેસી ગયું છે એ જતું નથી, સુશ્રુત-સુમતિને સ્કોપ (અવકાશ) નથી, માટે.
મતિજ્ઞાન વિરાધને, આવરાય બુદ્ધિ પ્રશ્નકર્તા : મતિજ્ઞાનની વિરાધના કરે તો શું દુઃખ પડે ? શ્રુતજ્ઞાનની વિરાધના કરે તો...
દાદાશ્રી : ના, દુઃખ શેનું પડે ? મતિજ્ઞાનની વિરાધના કરે એટલે બુદ્ધિ ઉપર આવરણ આવી જાય. એટલે મૂરખ જેવો રહે.
પ્રશ્નકર્તા: એનો કંઈ ઉપાય ખરો ? દાદાશ્રી : એનો ઉપાય ફરી ફરી ક્ષમાપના લે ત્યારે.