________________
(૩) મતિજ્ઞાન
૨૩૧
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે એને ચારિત્રબળ કહેવાય છે. તો એ એક્સેપ્ટ કરે. પ્રભાવ પડવો એટલે કંઈ પૈસાને લીધે નથી અને તે રૂપાળો છે તેથી નથી, જાડો-પાતળો છે એથી એ નથી પણ ચારિત્રબળને લીધે છે.
પ્રશ્નકર્તા : એ શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનમાં ફેરવવા માટે ને ઝડપથી ફેરવવા માટે શું કરવું ?
દાદાશ્રી : ચારિત્રબળ જોઈએ. ચારિત્રબળથી જ બધું થાય. બીજું કાંઈ ના હોય તો ચારિત્રબળ તો જોઈએ. ચારિત્રબળ દરેકમાં ન હોય. ચારિત્રબળ ના જોઈએ ?
ચારિત્રબળમાં બે જ ચીજ આવે. એક બ્રહ્મચર્ય અને બીજું કોઈને કિંચિત્માત્ર દુઃખ નહીં દેવું, એ બેનો ગુણાકાર થાય ત્યારે ચારિત્રબળ ઉત્પન્ન થાય. એટલે આપણા ભાવમાં કેવું હોવું જોઈએ ? આપણો ધ્યેય કેવો હોવો જોઈએ ? કોઈ જીવને કિંચિત્માત્ર દુ:ખ દેવું નથી, એવો ધ્યેય હોવો જોઈએ. દેવાઈ જાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. અને બીજું બ્રહ્મચર્ય હોવું જોઈએ, અબ્રહ્મચર્ય નરી હિંસા જ છે. એટલે બ્રહ્મચર્યનું બળ જોઈએ ત્યારે ચારિત્રબળ વધે અને ચારિત્રબળ વધે એટલે પ્રગમી જાય, તરત જ. ઘણું ખરું વાંચે કે બીજું કાંઈ, દૂધનું દહીં થઈ જાય, પછી માખણ નીકળે અને આ દૂધનું દહીં ના થાય.
આવરણે આવરાયું જ્ઞાત
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન મળ્યું પણ જોઈએ તેવી પ્રગતિ થતી નથી તેનું દુ:ખ રહે છે.
દાદાશ્રી : આત્મા પ્રાપ્ત કર્યો પણ આવરણ છે તે પ્રગતિ ના માંડવા દે. આ કચરો માલ ભરી લાવેલા તેથી આવરણો ઊભા છે. આ આવરણથી તો ના કરવું હોય તોય થઈ જાય. ઈચ્છા ના હોય તોયે કચરો માલ છોડે નહીં.
પ્રશ્નકર્તા : એ આવરણ કેવા પ્રકારનું હોય ?