________________
૨૩)
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
એ એક્સેપ્ટ થાય નહીંને ! કારણ કે મતિજ્ઞાન હોવું જોઈએ, શ્રુતજ્ઞાન સીધું કહીએ એનો અર્થ જ નહીંને !
પ્રશ્નકર્તા ઃ તે આ પ્રમાણે જે વાંચી વાંચીને પંડિત થયા હોય તે સાંભળી સાંભળીને પંડિત થયા હોય ?
દાદાશ્રી : વાંચીને પંડિત થયા હોય, એ બધું વાંચેલું જ બોલે. એ શ્રુતજ્ઞાન પ્રગમ્યું નથી. પ્રગમે એટલે મતિજ્ઞાન થાય. એ મતિજ્ઞાન અસર કરે સામાને. શ્રુતજ્ઞાન તમે કહો એ પંડિતાઈનું જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : માહિતી બધી, ઈન્ફર્મેશન !
દાદાશ્રી : હા, ગમે ત્યાંથી સાંભળો, વાંચો અને એ જ વસ્તુ તમે બીજાને કહો તો એ શ્રુતજ્ઞાન, કારણ કે પ્રગમ્યું નથી. મહીં પચીને મતિજ્ઞાન થાય ત્યારે ફૂરણા થાય મતિજ્ઞાનની, ત્યારે સાંભળનારને તે શ્રુતજ્ઞાન કહેવાય. એને પચે ત્યાર પછી એને મતિજ્ઞાન થાય.
એ પ્રગમે ચારિત્રબળથી.... પ્રશ્નકર્તા : એવું બને ખરું કે ઈચ્છા તો થાય બોલવાની, કોઈને સમજાવવાની પણ હું વાણી દ્વારા પ્રગટ ના કરી શકું?
દાદાશ્રી : હા, બની શકે. વાણી દ્વારા પ્રગટ થવું એ તો બહુ મોટી વસ્તુ છે. એ તો બહુ દહાડા તમે સાંભળ સાંભળ કરશો ત્યારે એ શ્રુતજ્ઞાન પ્રગમશે અને પછી એ મતિજ્ઞાન રૂપે થશે. પછી વાણી રૂપે બોલાય. એટલે બહુ દહાડા સાંભળ સાંભળ કરવાનું છે. પછી મહીં એનું જેમ દહીં જામેકરે, ત્યાર પછી માખણ નીકળે, પછી એનું ઘી થાય એવું છે બધું વિગતવાર.
બીજાને લાભ આપવા માટે આ જ્ઞાન છે ને એ અક્રમ વિજ્ઞાન તમને મોઢે નીકળશે નહીં. મારું નીકળેલું છે ને, એટલું જ તમે કો'કને કહો. પણ તે સામો માણસ ક્યારે માનશે કે તમારો એટલો પ્રભાવ પડતો હશે તો માનશે. વાત સાચી હોય તો તમે એકવાર આ કહો, તો ફેર પડી જાય. એવું બને ખરું ?