________________
(૩) મતિજ્ઞાન
૨૨૯
જ છે પણ આ સ્વાદ સહિત છે, પેલું સ્વાદ રહિત છે ધોબીના ઘરના કપડાં જેવું. કપડાં બધા બહુ પણ એકેય એને પહેરવાનું નહીં.
પ્રશ્નકર્તા : આ ગ્રંથોને આધારે જે આરાધન કરાય છે અને શાસ્ત્રોને આધારે જે બધી વાતો થાય છે એ બધી પેલી ધોબી જેવી ગણવીને ?
દાદાશ્રી : હા. એ શ્રુતજ્ઞાન એ થિયરેટિકલ જ્ઞાન છે અને મતિજ્ઞાન એ પ્રેક્ટિકલ છે. એ પ્રેક્ટિકલમાંથી પાછું થિયરેટિકલ હોય છે, થિયરેટિકલમાંથી પ્રેક્ટિકલ. એમ પ્રેક્ટિકલ કરતું કરતું કેવળજ્ઞાન સુધી જાય છે. પણ જો એની પાછળ એનો આરાધન ને પ્રેમ હોય તો. એને આરાધનમાં બીજું કંઈ અંશે હોય કે “કંઈક છું, હું આમ છું, તેમ છું', એ પછી આરાધના ત્યાં પોઈઝનસ થઈ ગઈ. આરાધનામાં બીજી કોઈ વસ્તુ ભેળસેળ ન થવી જોઈએ. આરાધના પણ સમ્યક્ હોવી જોઈએ. ઘણા લોકો મતિજ્ઞાન સુધી પહોંચે છે, મતિજ્ઞાનથી હજુ ઘણા આગળ જાય છે, પછી જાણું છું' એવું ભાન થાય છે, પોઈઝન પડે છે એમાં. પછી એ માર્ગ આગળ જ્ઞાની પુરુષને પૂછતો નથી. પછી શ્રુતજ્ઞાનય બંધ થઈ જાય ને મતિજ્ઞાનય બંધ થઈ જાય.
શ્રુતજ્ઞાન પ્રગયે મતિજ્ઞાત થઈ, અને અસરકારક તમને ગમી વાત આમાં કોઈ ? પ્રશ્નકર્તા: બહુ ગમી, દાદા.
દાદાશ્રી : એ જે ગમ્યું એ ચોંટતું જાય, પ્રગમે. જે શ્રુતજ્ઞાન ગમ્યું એ પ્રગમે. ના ગમ્યું એ કશું નહીં. અને પ્રગમે એટલે શું થાય ?
પ્રશ્નકર્તા: મતિજ્ઞાન થાય.
દાદાશ્રી એટલે સાંભળેલું, વાંચેલું એ મહીં પચન થઈ જાય અને પછી જે વાત નીકળે એ મતિજ્ઞાન કહેવાય. શ્રુતજ્ઞાનનું મતિજ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય અને તે વખતે સાંભળનારનું પાછું શ્રુતજ્ઞાન. બોલનારનું મતિજ્ઞાન. આ તો તમે જે સાંભળીને ડિરેક્ટ જ વાત કરો ને,