________________
૨૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ત્રણસો માઈલ સુધી દેખાય. કોઈ આઠસો માઈલની અવધિ હોય. કોઈને હજારો માઈલ સુધીનું દેખાય. તે પણ શું દેખાય ? ત્યારે કહે, ચેતન ના દેખાય પણ ધડંધડાઓ, લઢલઢાઓ. લઢલઢા કરતા હોય, કોઈ મારામારી કરતા હોય, કોઈ જગ્યાએ મકાનો બળતા હોય, તે અહીં રહીને દેખાય. ગાડીઓ-બાડીઓ જતું બધું દેખાય. પુદ્ગલરૂપી તત્ત્વો બધા દેખાય.
હૃદય શુદ્ધિએ થાય અંશ અવધિજ્ઞાન પ્રશ્નકર્તા ઃ કોઈ એમ કહે કે છ મહિના પછી અહીં ધરતીકંપ થવાનો છે અને બધું વિનાશ થઈ જવાનું છે અને એ સાચું પડે તો એવું શાથી બને ?
દાદાશ્રી : હૃદયની ચોખ્ખાઈ ઉપરથી કોઈને અંદર દેખાય. એ દેખાવું તે આત્માની એક શક્તિ છે.
તે તો અન્ય ધર્મી હોયને, તેનેય અવધિજ્ઞાન થાય. એ તો અંદરની હૃદયની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. અમુક અમુક માણસો હોય એ કહી આપે કે આવું થશે, આમ થશે. તે કાં તો એને અવધિજ્ઞાન હોવું જોઈએ, કાં તો એને કુઅવધિજ્ઞાન હોવું જોઈએ. આ એક જાતનું દેખાય એવું. જેને અવધિજ્ઞાનના અંશ કહેવામાં આવે છે. આ સંપૂર્ણ અવધિજ્ઞાન નથી, પણ અંશે કંઈક દેખાય.
અવધિ તા જોઈ શકે ચેતત પર્યાય આ જગતનું બુદ્ધિજન્ય અને ઈન્દ્રિયજન્ય જ્ઞાન બાદ કરીએ, ત્યાર પછી રહ્યું તે “અવધિજ્ઞાન” કહેવાય. અવધિજ્ઞાન શાથી કહ્યું, કે જે પૌગલિક પર્યાયને જોઈ શકે છે, ચેતન પર્યાયને નહીં. ઘણી વખત તો મન-બુદ્ધિ, બહારના, એમ ઘણા બધા શેયો એકી સાથે દેખાય. પણ અવધિજ્ઞાન ચેતન અવસ્થાને ના જોઈ શકે, પુદ્ગલ અવસ્થાને જ જોઈ શકે.
પ્રશ્નકર્તા રૂપી દ્રવ્યને જ જુએ ! દાદાશ્રી : રૂપી, પૌદ્ગલિક વસ્તુઓ દેખાય, બીજું કંઈ નહીં. ચૈતન્ય