________________
(૩) મતિજ્ઞાન
૨૨૫
પ્રશ્નકર્તા : મતિજ્ઞાન એ પાયો છે ?
દાદાશ્રી : હા, એ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનું કારણ છે. એ બે હોય તો જ કેવળજ્ઞાન થાય.
મતિજ્ઞાત-આત્મજ્ઞાત-કેવળજ્ઞાન
પ્રશ્નકર્તા : એ સિવાય જ્ઞાનની બીજી અવસ્થા ખરી ? આ કુમતિ, સુમતિજ્ઞાન સિવાય ?
દાદાશ્રી : સુમતિથી શરૂઆત થાય જ્ઞાન, પણ સંપૂર્ણ જ્ઞાન ના કહેવાય, એટલે મતિજ્ઞાન કહેવાય એ. જ્ઞાન તો સંપૂર્ણ સો ટચ થાય ત્યારે જ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન થાય ત્યારથી જ્ઞાન કહેવાય છે. જેટલી ડિગ્રીએ આત્મજ્ઞાન થાય તેટલું એ જ્ઞાન કહેવાય. ત્યાં સુધી બધું મતિજ્ઞાન કહેવાય
છે.
એટલે મતિજ્ઞાન છે તે આગળ કેવળજ્ઞાન સુધી પહોંચે છે. અમુક હદ સુધી મતિજ્ઞાન કહેવાય છે. નવ્વાણું ટકા સુધી મતિજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાનના અમુક વિભાગ પસાર થાય, પછી ત્યાંથી તે આત્મજ્ઞાનની શરૂઆત ગણાય છે.
પ્રશ્નકર્તા ઃ આત્મા છે અને મતિજ્ઞાન જે છે તે શું છે ?
દાદાશ્રી : મતિજ્ઞાન એ છે તે એના પર્યાય કહો કે જે કહો તે.
‘સ્વરૂપ જ્ઞાન’ મળે તો પોતે સત્તામાં આવે, નહીં તો ના આવે. અગર તો મતિજ્ઞાન મળ્યું હોય તોય તેટલી પોતાને સત્તા પ્રાપ્ત થાય ને મતિજ્ઞાન એય સત્તાનો આધાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એય બધાં પોતાની સત્તાનો આધાર છે.
હવે મુખ્ય મતિ અને શ્રુત બે જ જ્ઞાન છે. શ્રુતજ્ઞાન સાંભળતા જઈએ એમ મતિજ્ઞાન વધતું જાય. મતિજ્ઞાન ખુલતું ખુલતું સો ટકા થઈ જાય. મતિજ્ઞાન સંપૂર્ણ નવ્વાણું ટકા થઈ અને સોમાં ટકાને મતિજ્ઞાન કહેવાતું નથી, સોમાં ટકાને કેવળજ્ઞાન કહેવાય છે. સુમતિજ્ઞાન સો ટકા