________________
૨ ૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન ઊડી જ ગયું છે. આપણે છે તે કેવળજ્ઞાનમાં છીએ. ક્રમિક એટલે શું ? મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન પગથિયે પગથિયે ચઢવાનું. ક્રમિકમાં મતિજ્ઞાન એ વિચાર કરીને ચઢવાનું અને કયે ગામ જવાનું? નિર્વિચારદશા. અને એ આખો માર્ગ આરોપિત માર્ગ છે, પરધર્મ છે.
પ્રશ્નકર્તા છતાં આપણે વિચાર તો રહે છે ને ? દાદાશ્રી : શાના વિચારો ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્માના ને બીજા વિચારો આવેને ?
દાદાશ્રી : એ તો અમુક જ, છેલ્લા ભાગના વિચારો છે. મને પુણ્ય થયું, પાપ થશે, આવરણ બેસશે એવા વિચારો ના હોય. આ છેલ્લા વિચારો એ કેવળજ્ઞાનને કરાવનારા છે. બીજાનામાં શુદ્ધાત્મા જુઓ એ નિર્વિચારદશા જ છે ને !
પ્રશ્નકર્તા ઃ શુક્લધ્યાનમાં નિર્વિચારદશા રહેને ?
દાદાશ્રી : હા. જ્ઞાનીને મતિજ્ઞાનની પડેલી ના હોય, તેને તો કેવળજ્ઞાનની જ પડેલી હોય.
ક્રમિકે અહંકાર શુદ્ધ થયે, મતિ પહોંચે ટોચે પ્રશ્નકર્તા: દાદા, આપણને તો આ જ્ઞાન થયું પણ ક્રમિક માર્ગમાં મતિજ્ઞાનથી કેવી રીતે આગળ વધાય છે ?
દાદાશ્રી : મતિજ્ઞાન એ અહંકારી જ્ઞાન છે. અહંકારમાં ક્રોધેય ના હોય, માનેય ના હોય. અહંકાર ખરો પણ, માનેય ના હોય. એ બધું દૂર કરે, ત્યારે એ મતિજ્ઞાન થતું થતું થતું સંપૂર્ણ થાય.
ક્રમિકમાં મતિજ્ઞાનમાંથી જ કેવળજ્ઞાન થાય. પણ એ મતિ તો કેટલી બધી ઊંચી ગયેલી હોય કે અહંકાર શુદ્ધ કરે. ક્રોધ-માન-માયાલોભના પરમાણુ ના રહે, એવો શુદ્ધ અહંકાર. તે જ્યારે નવ્વાણું પૂરા થાય ત્યારે પછી શુદ્ધ જ્ઞાન થઈ જાય. એ કેવળજ્ઞાન થઈ જાય. મતિજ્ઞાન જ્યારે સંપૂર્ણ ટોચ ઉપર બેસે એટલે કેવળજ્ઞાન થાય.