________________
(૩) મતિજ્ઞાન
દાદાશ્રી : આપણું જ્ઞાન, આત્મજ્ઞાન, એ કેવળજ્ઞાનનો સંપૂર્ણ ભાગ નહીં, પણ એનો અમુક ભાગ છે. જે કેવળજ્ઞાન જ આપે. એનું ફળ કેવળજ્ઞાન આવે.
૨૨૩
તમે શ્રુતજ્ઞાન સાંભળ્યું અને તેનું મંથન થઈ અંદર વલોવણું-બલોવણું થઈને બધું એમાંથી તારણ કાઢ્યું અને પેલો પૂછે તેનો તારણરૂપે જવાબ આપો એ તમારું મતિજ્ઞાન. પણ તે અહીંનું સાંભળેલું, બહારનું સાંભળેલું મતિજ્ઞાન ના કહેવાય. તેથી હું કહું છું ને, અત્યારે બીજેથી સાંભળીને આવ્યો અને એ વાત કરે તો એ મતિજ્ઞાન ના કહેવાય. પહેલું શ્રુત હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ શ્રુત હોવું જોઈએ ?
દાદાશ્રી : હું, શ્રુતજ્ઞાન સાંભળેલું હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : એને માટે વેદાંતમાં શ્રવણ-મનન અને નિદિધ્યાસન આ ત્રણ શબ્દો વાપરે છે. પછી તમે જે કહો છો તે સાક્ષાત્કાર એ ચોથું આજે ઉમેરાયું.
દાદાશ્રી : હા, સાક્ષાત્કાર આ બધાનું ફળ આવે. એ એકદમ જ ના આવે. હવે મતિજ્ઞાન બે રીતે થાય, શ્રવણ કરીને થાય અને વાંચન કરીનેય થાય. હવે આ લોકો સારું કહે છે શ્રવણ કરીને, વાંચન ના ઘાલ્યું મહીં. ખાસ શ્રવણ જ હોવું જોઈએ. પોતે વાંચેને, તે પોતાનું પોઈઝન નાખે
મહીં. પોઈઝનસ માણસ જે જે વાંચે એ પોઈઝન નાખ્યા વગર રહે નહીં. એની ચાંચ જ પોઈઝનવાળી છે.
પ્રશ્નકર્તા : શ્રવણ એટલે શું ?
દાદાશ્રી : શ્રવણ એટલે તો, આ અમારા મોઢે સાંભળે એ બધું શ્રવણ કહેવાય. અને ક્રમિક માર્ગના જ્ઞાનીઓના મોઢે સાંભળે તેય શ્રવણ કહેવાય છે.
ત જરૂર શાસ્ત્રીય શ્રુત-મતિ જ્ઞાતીતી, અક્રમમાં
પ્રશ્નકર્તા : એટલે આપણે અહીં અક્રમમાં શાસ્ત્રમાં બતાવેલ મતિજ્ઞાનની જરૂર રહી નહીંને ?