________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી
કહી છે.
૨૨૨
(૧) જીવને મતિજ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી...
દાદાશ્રી : હવે આમાં કહેવા શું માગે છે કે એક આટલુંય મતિજ્ઞાનેય ના થાય. જ્યાં સુધી સામાન ચંદુભાઈની પાસે હોય, આ હિંચકા ને બિંચકા ને આ સામાન !
પરિગ્રહ હોય અને મતિજ્ઞાન ઉત્પન્ન થવું એ તો બહુ અઘરું છે. કેટલો બધો આરંભ ને પરિગ્રહ છૂટે, આરંભ એટલે કર્તાપણું છૂટે અને કર્તાપણું છે તે બધું નહીં, સંપૂર્ણ નહીં, પણ સાધારણ કર્મનું કર્તાપણું નરમ થાય અને પરિગ્રહ ઘણો બધો ઓછો કરી નાખે, જરૂરિયાત જેટલો જ રાખે, ત્યારે મતિજ્ઞાન થોડું ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : ત્યાં સુધી મતિજ્ઞાન આટલું પણ થાય નહીં ?
દાદાશ્રી : ત્યાં સુધી મતિજ્ઞાન પણ ના હોય. મતિ તો છે જ. ત્યારે કહે, કઈ મતિ ? એ કુમતિ છે. આત્મા પ્રાપ્ત કરવા માટેની બુદ્ધિ નથી, આ જગતની વસ્તુઓ પ્રાપ્ત કરવાની બધી બુદ્ધિ છે, એ બધી કુમતિ કહેવાય. આત્મા પ્રાપ્ત કરવાને માટે જે બુદ્ધિ હોય તે સુમતિ. એને મતિજ્ઞાન ભગવાને કહ્યું. અને આ આપણા લોકો કહે છે, અમારું મતિજ્ઞાન નહીં ? મેં કહ્યું, અલ્યા, તારે શાનું મતિજ્ઞાન તે ? તિ એટલે તું બુદ્ધિ એ સમજું પણ, બુદ્ધિ તે કઈ પણ ? શું કરવાની બુદ્ધિ તારી ? ત્યારે કહે, ક્યાંથી પૈસા મળે, કેવી રીતે મકાન થાય, વાઈફ જોડે કેમ વર્તવું એ બધું પણ, આમાં આત્માને શું લેવાદેવા તે ? આ તો પરદેશી વાત કરી. હવે આ આરંભ-પરિગ્રહ છૂટ્યા વગર એક ડગલુંય શી રીતે મળે ? તેમાં મતિજ્ઞાનનો છાંટોય ના પાડ્યો કૃપાળુદેવે.
જ્ઞાતીએ થેલું શ્રુત, બને કારણ મતિજ્ઞાતતું
પ્રશ્નકર્તા ઃ તો આપણું જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાન જ કહેવાય ?
: