________________
(૩) મતિજ્ઞાન
૨૨૧ પ્રશ્નકર્તા: તો પછી શાસ્ત્રોમાં આ જે મતિજ્ઞાન કહે છે તે શું?
દાદાશ્રી: આ શાસ્ત્ર વાંચવાથી કેટલાકને મતિજ્ઞાન જરા હોય છે. પણ બધા શાસ્ત્ર વાંચનારને નથી હોતું. એટલે શ્રુતજ્ઞાન તો બધા શાસ્ત્રોના પુસ્તકમાં છે, પણ આ જગતના બધા લોકોને મતિજ્ઞાનેય થયું નથી હજી.
મતિજ્ઞાન આખું નાશ થઈ ગયું છે. કારણ, આરંભ અને પરિગ્રહ નિવર્યા નથી. અને શું ઉત્પન્ન થયું છે ? કુમતિ અને કુશ્રુત. મતિજ્ઞાન કોને કહેવાય ? જેને ક્લેશ થતો હોય, એ ક્લેશના વાતાવરણને ઓલવી નાખે એને મતિજ્ઞાન કહેવાય. અત્યારે તો ક્લેશનું વાતાવરણ ઓલવી નાખતા તો આવડતું નથી ને ? અત્યારે વાતાવરણ જ ક્લેશનું છે, શાથી? આરંભ-પરિગ્રહ વધ્યા છે. આરંભ-પરિગ્રહ વધે તેનો વાંધો નથી, આ તો અજ્ઞાન વધ્યું છે. કુમતિ ને કહ્યુત વધ્યા છે. અત્યારે બહાર પ્રચાર થઈ રહ્યો છે, કુશ્રુતનો. વધારે પૈસા ભેગા કરવા એટ એની કોસ્ટ (ગમે તે કરીને). કુશ્રુતથી કુમતિ ઉત્પન્ન થઈ છે.
અધ્યાત્મ સાથેની બુદ્ધિ બધું જ વિકલ્પી જ્ઞાન કહેવાય. મતિજ્ઞાનેય વિકલ્પી જ્ઞાન, શ્રુતજ્ઞાનય વિકલ્પી જ્ઞાન ને મન:પર્યવ જ્ઞાનેય પણ વિકલ્પી જ્ઞાન. ખાલી કેવળજ્ઞાન એકલું જ નિર્વિકલ્પી જ્ઞાન છે. તમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કે મન:પર્યવ જ્ઞાન થયું હોય ને પૂછીએ કે તમે કોણ? તો કહે કે “હું ચંદુભાઈ' તે વિકલ્પી અને હું શુદ્ધાત્મા' એ નિર્વિકલ્પી.
આરંભ-પરિગ્રહ પ્રવર્તે, રહે દૂર મતિજ્ઞાત આપણા લોકોને સમજાતું જ નથી અને મનમાં માને એટલું જ કે હું સમજી ગયો. શબ્દ માપવા જાય એમાં કશું વળે નહીં. ક્યાં ગયું પેલું કૃપાળુદેવનું પુસ્તક ? લો, અહીં નજીક આવો. શાસ્ત્રમાં શું લખ્યું છે ? શ્રી ઠાણાંગ સૂત્રમાં અહીં સૂત્ર હઉ આપ્યું છે. કૃપાળુદેવ પોતાના શબ્દ નથી બોલતા, તે શું લખે છે ?
પ્રશ્નકર્તા : “શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહનું બળ