________________
૨૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા : બરાબર, હા, દાદા. એ જ વાંચેલા.
દાદાશ્રી : એને કુશ્રુત કહેવાય અને એના જે પ્રોફેસરો એ બધા માસ્તરો કહેવાય, ગુરુઓ કહેવાય, સંસારી સુખ દેખાડનારા. એ કુશ્રુતમાંથી કુમતિ ઉત્પન્ન થાય. હા, કુશ્રુત ઉપર શ્રદ્ધા બેસે તો પછી કુમતિ ઉત્પન્ન થાય અને કુમતિ ઉત્પન્ન થાય એટલે વર્તન એવું થઈ જાય. કો'ક સો ડૉલર રસ્તામાં લઈ ગયા તો કકળાટ કરી મેલે. કારણ કે કુમતિ છે. પછી એ શ્રદ્ધા બદલાતી જાય અને સુમિત થાય તો મનમાં એમ થાય કે લઈ ગયો એ તો મારા હિસાબથી લઈ ગયો છે. તે આપણે આમાં શું સુખેય હતું ? એ કકળાટ બધા ઓછા થઈને પછી બંધ થતા જાય. પછી આનંદના દરવાજા બધા ઉઘડે.
કુમતિ-કુશ્રુત એ બધાય જ્ઞાન કહેવાય. તેનાથી ક્રોધ-માન-માયા લોભ ટૉપ પર જાય. ને સુમિત ને સુશ્રુતથી ક્રોધ-માન-માયા-લોભ ઘટતા જાય.
સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન આ બધા રિયલ તરફ લઈ જનારા છે. સુશ્રુત સાંભળે તેનાથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય ને સુશ્રુતજ્ઞાન વધારે સમજાતું જાય ને પરિણામ પામે.
આ બધા રિયાલિટી જ્ઞાન કહેવાય. આપણે શું કહીએ છીએ કે રિયાલિટીથી રિયલમાં જાવ. રિયાલિટી એ રિયલ નથી. એ તો બોર્ડ છે. રિયલ પહોંચતા સુધી શું શું આવે છે ? એમાં સુશ્રુતજ્ઞાન, સુમતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને છેલ્લે કેવળજ્ઞાન આવે. રિયાલિટી એન્ડઝ ઈન ઈટ. એટલે કેવળજ્ઞાન. રિલેટિવ વસ્તુ જુદી છે અને આ રિયાલિટી વસ્તુ જુદી છે. રિયાલિટી મહીં ઠંડક આપતું જાય ને અનુભવ થતો જાય. સુશ્રુતજ્ઞાન પછી પિરણામ પામે એટલે સુમતિજ્ઞાન થાય. જેમ જેમ સુમતિજ્ઞાન વધે તેમ તેમ શ્રુતજ્ઞાન વધારે પરિણામ પામતું જાય. મતિજ્ઞાન નવ્વાણું થાય, પછી સો એ કેવળજ્ઞાન છે.
ક્લેશાન્તિ ઓલવે તે ખરું મતિજ્ઞાત
ખરું મતિજ્ઞાન આ કાળમાં હોય નહીં.