________________
[૨]
શ્રુતજ્ઞાત શ્રુતજ્ઞાત કાઢે, રોગ મિથ્યાત્વતા પ્રશ્નકર્તા ઃ આ શ્રુતજ્ઞાન ખરેખર શું છે તે જરા વિગતે સમજાવો.
દાદાશ્રી : શ્રુતજ્ઞાનમાં શું શું આવે? ત્યારે કહે, આત્મા સંબંધી, અધ્યાત્મ સંબંધી, મોક્ષે જવાના પુસ્તકો વાંચવા અગર મોક્ષે જવાની વાતો સાંભળવી એનું નામ શ્રુતજ્ઞાન. હવે આ બધી વાતો તમે સાંભળો, પુસ્તકો વાંચો, એ બધું કરો એ શ્રુતજ્ઞાન કહેવાય. બીજા પાસેથી સમજણ લેતો હોય અગર પુસ્તકમાંથી વાંચીને સમજણ લેતો હોય તો એ શ્રુતજ્ઞાન કહેવાય. એટલે આ પુસ્તક તમે વાંચો કે સાંભળો, તે એની હેરથી (ગમે ત્યાંથી) તમે કંઈ પ્રાપ્તિ કરો, ખેંચો, ગ્રહણ કરો, ગ્રાસ્પિંગ કરો એ બધું શ્રુતજ્ઞાન કહેવાય. બિગિનિંગ (શરૂઆત) શ્રુતજ્ઞાનથી હોય. શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનું કારણ છે.
આ ભગવાનનું સાંભળે એ શ્રુતજ્ઞાન કહેવાય. શાસ્ત્રો વાંચે એય શ્રુતજ્ઞાન કહેવાય. આ લોકો ધર્મનું સાંભળવા જાય છે ને, એને શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન એનું નામ કહેવાય કે એ સાંભળ્યા પછી આપણો રોગ એની મેળે નીકળે. જ્ઞાન જ રોગ કાઢે, આપણે કાઢવો ના પડે.
જ્ઞાન કરવાનું નહીં, પણ જાણવાનું પ્રશ્નકર્તા જાણીએ છીએ, સમજીએ છીએ પણ પ્રેક્ટિસમાં આવતું નથી, એનું શું કારણ ?