________________
(૧) જ્ઞાન-અજ્ઞાન
૨૦૫.
દાદાશ્રી : કોઈ માણસને કોઈ માણસ કહે કે અહીંથી અમુક જગ્યાએ જશો નહીં, નહીં તો મુશ્કેલીમાં આવી પડશો. એટલે એણે અહીંથી આ જ્ઞાન લીધું, આ જ્ઞાનથી તે મુશ્કેલીમાંથી બહાર નીકળ્યો. એટલે આ જેટલા જ્ઞાન છે ને એ જ્ઞાન બધા લેવાના જ હોય છે. એ જે બોલે છે ને, તે લીધેલા જ્ઞાનથી બોલે છે. કોઈની પાસે લીધેલું આ જ્ઞાન છે. એને કોઈએ શીખવાડેલું છે કે જ્ઞાન લેવાની કોઈ જરૂર હોતી નથી. બધા લીધેલા જ્ઞાન છે. એ દાખલો આપીને બોલીએ તો સમજાય. એ જાણે કે આ આમ પેટી આપીએ એવી રીતે આપવા-લેવાનું છે ? ના, એવું નથી આ જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન આપવા-લેવાનું હોય, હું બોલું અને તમે સાંભળો ને પછી બોલો તોય પણ એ શ્રુતજ્ઞાન. એ તો વ્યવહારમાં પછી શી રીતે બોલવું ? પેલાએ કહ્યું કે તમારી પાસે જોખમ છે. એવું એ જ્ઞાન તો લેવું જ પડે ને સ્વીકાર કરવો પડે ને? એનું નામ આપણે જ્ઞાન લઈએ. આ તો પછી પેલા લોકોને, કોઈ એમના ગુરુ હોય તો શીખવાડ કે લેવાતું હશે જ્ઞાન તે? જ્ઞાન આપેલું ચાલતું હશે ? ત્યારે મૂઆ આપેલું અજ્ઞાન ચાલે? શું થાય ?
પ્રશ્નકર્તા એવું પણ કહે છે ને કે કોઈ કોઈનું કંઈ કરી શકે નહીં.
દાદાશ્રી : એ તો જોખમ છે. આવું બોલાય જ નહીં. ભયંકર જોખમ ! આ આને મારી નાખે તે જોવામાં આવે છે ને આવું કેવું બોલું છું ? એ ક્યાંની વાત ક્યાં લાવે છે ? સંસારની બહારની વાત છે એ તો. જ્યાં સંસારનો એન્ડ આવે છે, ત્યાર પછીની વાત અને એ સંસારમાં લાવ્યો મૂઓ. તે માર ખાઈ ખાઈને મરી જાય.
પ્રશ્નકર્તા : આ ભણ્યો, શીખવા ગયો, સ્કૂલમાં ગયો, કૉલેજમાં ગયો, એ જ્ઞાન લીધું જ ને એણે ?
દાદાશ્રી : બધું જ્ઞાન, આ બધાય લીધેલા જ જ્ઞાન છે. હું આ જ્ઞાન બોલું છું ને તમે શ્રુતજ્ઞાન સાંભળ્યું પછી એ તમે બીજાને કહ્યું, એ શ્રુતજ્ઞાન તમને પ્રગમ્યું અને બીજાને જો સમજણ પડી, તો તે ઘડીએ તમારું મતિજ્ઞાન કહેવાય. એટલે મતિજ્ઞાન આપવાનું હોય અને શ્રુતજ્ઞાન લેવાનું હોય.