________________
૨૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રકાશ કરે. અજ્ઞાન તો “પોતે કોણ છે ?” એ જાણવા ના દે, અનુભવવા ના દે અને જ્ઞાન તો પોતે પોતાને જાણવા દે.
પ્રશ્નકર્તા ઃ એટલે આત્મિક જ્ઞાન અને સાંસારિક જ્ઞાન એ બધાય જુદા જુદાને ?
દાદાશ્રી : જ્ઞાન એક જ, એના ભાગ બધા જુદા જુદા. આપણે આ રૂમ જોઈએ ત્યારે રૂમ અને આકાશ જોઈએ ત્યારે આકાશ, પણ જ્ઞાન તેનું તે જ. હા, વિભાગો જુદા.
જ્યાં સુધી આ વિશેષ જ્ઞાન જુએ, સાંસારિક જ્ઞાન ત્યાં સુધી આત્મા દેખાય જ નહીં. અને આત્મા જાણ્યા (આત્મજ્ઞાન થયા) પછી આત્માય દેખાય અને આય (રિલેટિવ) દેખાય, બેઉ દેખાય. આત્મા જાણે નહીં ત્યાં સુધી આ એકલું જ દેખાય. તેય આખું ના દેખાય, તેય થોડે ઘણે અંશે જણાય. આત્માને ન જાણો તો કશું દેખાય નહીં, આંધળાભૂત બધા.
પૂછતા ખૂલે “અક્રમે', અવિરોધાભાસ જ્ઞાત
આ જ્ઞાન કલાકમાં આપેલું છે, કેવડું મોટું જ્ઞાન ! એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય, એ એક કલાકમાં આત્માનું જ્ઞાન થાય છે પણ બેઝિક (પાયાનું) થાય છે. પછી ઝીણવટથી વિગતવાર સમજી લેવું પડે ને એ વિગતવારથી તમે મારી પાસે બેસી ને પૂછ પૂછ કરો ત્યારે હું સમજાવું. એટલે અમે કહીએ છીએને, સત્સંગની બહુ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા (સિદ્ધાંતના મણકાં) પૂછતા જાવને તેમ આંકડા મહીં ખૂલતા જાય અને આ જ્ઞાન અવિરોધાભાસ છે. હા, કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય. વિરોધાભાસ ઉત્પન્ન ના થાય.
જ્ઞાત લેવાય નહીં', એ પણ લીધેલું જ્ઞાન જ પ્રશ્નકર્તા : દાદા, ઘણા લોકો એમ પૂછે છે કે જ્ઞાન કંઈ અપાતું હશે? જ્ઞાન કંઈ આપવાની વસ્તુ છે ? એવો પ્રશ્ન ઘણી વખત કરે છે. તે એને શું જવાબ આપવાનો ?