________________
(૧) જ્ઞાન-અજ્ઞાન
૨૦૩
કેવળજ્ઞાન. બીજા ત્રણ પાછા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એમ કરીને આઠ ગણ્યા. પણ મૂળ પાંચ જ કહેવાય અને પેલા ત્રણ ભેગા કરે તો આઠ થાય.
એટલે આઠ પ્રકારના જ્ઞાન. એ તો એના જેટલા ભાગ પાડવા હોય એટલા પડે પછી. એક રૂપિયાનું પરચૂરણ લેવું હોય તો અડધા તરીકે બે આવે, પાવલી તરીકે ચાર આવે, આના તરીકે સોળ આવે. એટલે આ બધા ભાગ પાડેલા. આમાં કંઈ પડવું નહીં, આ બાબતમાં. આ બધી પરચૂરણ બાબત કહેવાય. બાકી જ્ઞાનમાં ભાગ બે જ; એક અજ્ઞાન ને એક જ્ઞાન. ભગવાને આઠ પ્રકારના કહ્યા. તે આઠમાંથી આ પાંચ છે તે જ્ઞાનમાં આવે એ પાંચ મોક્ષે જવાના જ્ઞાન. પૂછતો પૂછતો જાય તો મોક્ષે જાય. અને પેલા ત્રણ અજ્ઞાનમાં આવે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ ત્રણને અજ્ઞાન કહેવાય છે, પણ છે તો જ્ઞાન.
અજ્ઞાત એ પણ જ્ઞાત, પણ પરપ્રકાશક પ્રશ્નકર્તા: જ્ઞાનના ભેદમાં ત્રણ અજ્ઞાન કેમ મૂક્યા છે ?
દાદાશ્રી : હા, પણ એ તો જ્ઞાન જ છે અને એ અજ્ઞાન તો અમુક અપેક્ષાએ છે. બાકી એ જ્ઞાન જ છે, ને એ પોતાનું અજવાળું જ છે ને?
પ્રશ્નકર્તા : પણ અજ્ઞાન શબ્દ વાપરે છે એ લોકો.
દાદાશ્રી : અજ્ઞાન તો, પોતાના સ્વરૂપનું ભાન, જ્ઞાન કરાવનારું નથી માટે. આ જ્ઞાન એવું છે કે પોતાના સ્વરૂપને જાણનારું નથી. બીજું બાહ્ય દેખાડનારું છે, પણ જ્ઞાન જ કહેવાય છે. એ અપેક્ષાએ અજ્ઞાન કહેલું છે. બાકી અજ્ઞાન હોય જ નહીંને ! પ્રકાશને અજ્ઞાન કહેવાય નહીં. પ્રકાશ એટલે પ્રકાશ.
અજ્ઞાન એ પણ જ્ઞાન છે. અજ્ઞાન એ કંઈ બીજી વસ્તુ નથી. એવું કંઈ અંધારું નથી. એય પ્રકાશ છે પણ એ પર વસ્તુ બતાવનારો પ્રકાશ છે, વિશેષ પ્રકાશ, વિશેષ અજવાળું. બહારની વસ્તુ બતાવનારો પ્રકાશ છે. અને જ્ઞાન પોતાને પ્રકાશ કરે ને પારકાંનેય પ્રકાશ કરે, બન્નેયને