________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રકાશ તો જીવમાત્રમાં છે જ પણ એના બે ભાગ પાડ્યા કે આ પ્રકાશ છે એ સંસારી ભાવો છે, માટે એને અજ્ઞાન કહેવાય અને આ જ્ઞાન કહેવાય. જાણવું એને જ્ઞાન કહેવાય. તે આ ઊંધું જાણવું એને અજ્ઞાન કહેવાય અને છતું જાણવું એનું નામ જ્ઞાન કહેવાય.
૨૦૨
છતું જ્ઞાત થાય મિત્ર, ખરે ટાઈમે
પ્રશ્નકર્તા ઃ તો એ છતું જ્ઞાન જાણે તો એમાં શું અનુભવ થાય ?
દાદાશ્રી : ગજવું કપાઈ જાય તોય પણ કષાય ઊભા ના થવા દે એ જ્ઞાન કહેવાય. કોણ ઊભા થવા ના દે ? તો આ જ્ઞાન. જ્ઞાન હાજર થાય. જ્ઞાન એનું નામ કહેવાય કે જે ખરે ટાઈમે હાજર જ થાય. કષાય ઉત્પન્ન થવાના થાય તે પહેલા હાજર થઈને બંધ કરી દેવડાવે. ગમે તેવા સંયોગ હોય પણ મહીં ચંચળતા ના હોવી જોઈએ. સંયોગો ગમે તેવા ખરાબ આવ્યા હોય, અપમાન થયું હોય, જેલમાં ઘાલવા સમન્સ લઈને આવ્યા હોય ને જેલમાં ઘાલતા હોય પણ મહીં ચંચળતા ઉત્પન્ન ના થવી જોઈએ. દેહના માલિક થઈએ તો ચંચળતા ઉત્પન્ન થાય. માલિક જ ના થઈએ તો દેહનો સ્વભાવ જ નથી કે ચંચળ થવું એ. મહીં ચંચળતા થાય તો સમજવું કે હજી કષાય છૂટ્યા નથી. જે જ્ઞાન વિકલ્પો ઊભા ના થવા દે એ નિર્વિકલ્પ જ્ઞાન અને એ જ નિર્વિકલ્પ આત્મા અને એ જ પરમાત્મા છે.
પ્રકાર, જ્ઞાતના પાંચ અને અજ્ઞાતના ત્રણ
પ્રશ્નકર્તા : જ્ઞાનના પ્રકાર કેટલા ?
દાદાશ્રી : બે પ્રકારના જ્ઞાન; એક જ્ઞાન અને બીજું અજ્ઞાન. બીજા એ તો બધા એવા ભાગ તો આઠ પ્રકારના ભાગ પડે.
પ્રશ્નકર્તા : કયા કયા આઠ પ્રકાર ?
દાદાશ્રી : જ્ઞાનના પ્રકાર તો ઘણા છે પણ ભગવાને મુખ્ય પાંચ પ્રકાર કહેલા. તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને