________________
ખંડ-૨
આત્માતા જ્ઞાત-દર્શનના પ્રકારો
[૧]
જ્ઞાન-અજ્ઞાત
પ્રકાશ વળે ‘ઊંધે' તો અજ્ઞાત અને છતે' તો જ્ઞાત
પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે શું ?
દાદાશ્રી : જ્યાં જીવ છે એટલે ત્યાં આત્મા છે ને આત્મા છે એટલે ત્યાં જ્ઞાન તો હોય જ. જ્ઞાન એટલે પ્રકાશ.*
પ્રશ્નકર્તા : પ્રકાશ નહીં, જ્ઞાન એટલે મારી માન્યતા એવી છે કે જાણવાપણું.
દાદાશ્રી : હા, એટલે તમે શબ્દની એમાં (ભાંજગડમાં) નહીં પડશો, આ એનું એ જ છે. જ્ઞાન એટલે જાણવું, પ્રકાશ. પણ હું તમને પ્રકાશ રીતે સમજાવું એ રીતે સમજી લોને એકવાર. જાણવાનું તો બધું બહુ જાતનું છે. જ્ઞાન એટલે પ્રકાશ છે. જીવમાત્રમાં પ્રકાશ છે. હવે છતાં આપણે શું કહીએ છીએ કે આ અજ્ઞાન છે. આ અજ્ઞાન છે ને આ જ્ઞાન છે, એમ બે ભાગ પાડીએ છીએ. પ્રકાશ તો બધામાં સરખો જ છે, તો ભાગ કેમ પાડીએ છીએ ? ત્યારે કહે, આનું આ જ જ્ઞાન સંસારી માર્ગે વળે છે એટલે અજ્ઞાન છે અને મોક્ષ માર્ગે વળે છે, પોતાના સ્વરૂપમાં વળે છે, એ જ્ઞાન છે.