________________
૧૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
દાદાશ્રી : તે બધી ખોટી છે, અહંકાર જ છે ને એ તો !
પ્રશ્નકર્તા ઃ એણે એવા પૂર્વના ભાવ કરેલા તેવા એવિડન્સથી થયું
કે આ ?
દાદાશ્રી : હા, તેનાથી જ ઊભું થયું છે.
પ્રશ્નકર્તા : અને એ કહે છે કે મેં કર્યું.
દાદાશ્રી : હા, અને તે પછી ગૃહિત મિથ્યાત્વ પાછું.
જૈનોએ એને વ્યવહાર-નિશ્ચય કહ્યું, કે નિશ્ચયમાં તું કોણ છું ? ‘શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રાખીને તું વ્યવહાર ચલાય તારો. એટલે ‘હું અચળ છું’ એવું લક્ષમાં રાખીને તું સચળનો અનુભવ કર. અને અચળતા ન લાગે ત્યાં કહે કે ‘મારું ન્હોય આ.’ જ્યાં ચંચળતા થઈ જાય ત્યાં જાણવું કે ‘મારું ન્હોય’ એમ કરતા કરતા અચળતાનો સ્વભાવ લાધે ત્યારે તું અચળ થઈ જઈશ, કહે છે અને સચરાચર બે જ છે ને ! બે કહે છે ને, શું વધારે કહે છે ?
એટલે અચળને ઓળખે તો સચરમાં જે ભૂલો હોય તે દેખાય બધી. અચરને ઓળખે તો અચર જુદો છે એવું ખબર પડી જાય.
આ ચંદુભાઈ તો મિકેનિકલ આત્મા છે, ભ્રાંતિમાં તમારો માનેલો આત્મા છે. આ માન્યતા તમારી છૂટી જશે એટલે તમે અચર છો. માન્યતા છૂટવી એ વિજ્ઞાનથી છૂટે એવી છે, એમને એમ છૂટે એવી નથી. આ માન્યતા છૂટવી સહેલી નથી.
અત્યારે કોઈ ચંદુને ગાળો દે તો તમે ચિઢાઈ જાવ છો. એટલે તમે આત્મા થયા નથી. જો આત્મા થાવ તો ચંદુની ટપાલ તમે લ્યો નહીં. ચંદુની ટપાલ લે, આત્મા થાય પછી ? એટલે હજુ ચંદુ છો માટે આ ચંદુની ટપાલ લો છો. જ્યારે આત્મા થશો ત્યારે કોઈ ચંદુને ગાળ ભાંડે ત્યારે તમે કહો કે “ભઈ, ચંદુએ શું તમારું બગાડ્યું છે ?” ત્યારે કહે, ‘આવું.’ ત્યારે તમે કહો, ‘હા, બરાબર છે.' એટલે ચંદુ આપણને કહે કે ‘જુઓ, આ ગાળો ભાંડે છે’ ત્યારે આપણે કહીએ કે ‘ભઈ, તેં કશું કહ્યું હશે તેથી કરતા