________________
(૭) મડદું
૧ ૭૭
દાદાશ્રી : ના, ના, માણસનુંય એવું. માણસેય ભૌતિક જ છેને ! તે શું જીવતું છે ? કોઈ જીવતો માણસ તમારા જોવામાં આવ્યો ?
પ્રશ્નકર્તા ઃ તો પણ એ મમતાનું પ્રમાણ, મમતાની ઈન્ટેન્સિટી (તીવ્રતા) ઘટતી નથી.
દાદાશ્રી : ના કેમ ઘટે ? આપણે આત્મા તરીકે હાજર બેઠા હોય તો તેની, દરેક વસ્તુની મમતા ઘટે. રડવાના કાયદા વગરની મમતા આ બધી !
પ્રશ્નકર્તા : પણ અત્યારે તો રડાવે છે, દાદા.
દાદાશ્રી : પાડોશી કોઈ નગીનભાઈ મરી ગયા પછી કોઈ રડતા નહોતા તમે ? મમતા તે ઘડીએ હતી ? હવે એવી જ મમતા હોય બધે. રડવાના કાયદા વગરની મમતા.
પ્રશ્નકર્તા: એટલે આ કોઈ પણ વ્યવહારમાં બધી મમતા, આ બધું કોમર્શિયલ જ છે એવું તમે કહો છો ?
દાદાશ્રી : મડદાં જોડેનો વ્યવહાર છે, એમાં શું મમતા તે ! મડદાં ઉપર શું મમતા થાય ?
પ્રશ્નકર્તા : ના, પાછું એમાં આ મમતા છે ને તે સ્વરૂપ જુદું લે છે મને હવે અહીંયા આવ્યા પછી પાછી બીજી મમતા ઊભી થઈ કે બધાનામાં શુદ્ધાત્મા જોવો અને અનુભવવો. એ પાછું બીજું લફરું આવી
ગયું.
દાદાશ્રી : એ તો સાચી વાત છે.
પ્રશ્નકર્તા: ના, ના, પણ એટલે એ ટાઈમે તમે શુદ્ધાત્મા જુઓ ને મડદું કહો, આમને મડદું કહું ને શુદ્ધાત્મા જોવો બે બને છે ?
દાદાશ્રી મડદાંની મહીં શુદ્ધાત્મા. આ વ્યવહાર કરે છે એ બધો મડદું કરે છે. આ વાતો કરે છે, રીસ ચડાવે છે, ક્રોધ કરે છે, પૈસા કમાય છે એ બધું મડદું જ કરે છે આ.