________________
૧૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા પણ પછી હું એનામાં શુદ્ધાત્મા જોઉં તે એટલું હજી...
દાદાશ્રી : શુદ્ધાત્મા મહીં છે તે તમને દેખાડ્યો, છૂટો પડી ગયો એ આ મડદાંથી.
પ્રશ્નકર્તા ઃ હા, પણ હવે એ શુદ્ધાત્માનું રૂપ છે ને, તે પાછું મને જે આ બધું બહુ ને મમતા, મોહ બધો, રસ-રંગ-રૂપ-ગંધ, બુદ્ધિ-મન-ચિત્ત બધું તે...
દાદાશ્રી : એ તો બધું આ મડદાંમાં છે, રાગ-દ્વેષ બધું. આ રાગદ્વેષથી જ દુઃખ થાય છે. વીતરાગને સ્વભાવિક સુખ ઉત્પન્ન થાય છે.
જ્ઞાત પછી આજ્ઞા પાળે તો જ મડદું પ્રશ્નકર્તા: આ જે જ્ઞાન લઈ જાય છે અને એ અહીં આવતા નથી, ધારો કે કોઈ ના આવી શક્યો તો ?
દાદાશ્રી : તે મડદું નહીં. પ્રશ્નકર્તા ઃ તો એને માટે શું ?
દાદાશ્રી : એ પાછો જાગ્રત થઈ જાય અહંકાર, જીવતો થઈ જાય. એ તો આજ્ઞા પાળે તો જ મડદું છે. જ્ઞાન લીધું અને જ્ઞાન લીધું કહેવાતું જ નથી, કારણ કે જ્ઞાન કોનું નામ કહેવાય કે શબ્દ શબ્દ બોલ્યો હોય ને એક્ઝક્ટ પરિણામ પામ્યું હોય અને પછી એ આજ્ઞામાં રહેતો હોય તો. આ તો શબ્દ શબ્દ, અડધા શબ્દ તો બોલતાય નથી લોકો. એટલે જોઈએ એવું પરિણામ પામતું નથી પછી !
તદ્દન નવી વાત, પ્રગટી જગ કલ્યાણે પ્રશ્નકર્તા: હવે આ સાયન્સ કેટલું બધું સમજવા જેવું છે કે આવું બધું હોવા છતાં મડદું કહે !
દાદાશ્રી : મડદા ઉપર તો આખા જગતનો વ્યાપાર ચાલે છે ! છતાં એ જ્ઞાન ઉઘાડું પાડીએ તો બહુ ખોટું થઈ જાય.