________________
(૭) મડદું
૧૭૫
દાદાશ્રી : સમજાયું ના હોય એટલે પછી ઊંધું ચાલે પોતાની
સમજણે.
પ્રશ્નકર્તા : દાદા, પણ એવું આ જ્ઞાન છે, એટલે ડિસ્ચાર્જ ભાગ એ મડદું છે અને ચેતન આમાં છે જ નહીં જરાય, પણ પેલો વ્યવહાર બધો આખો એમાં, એવું સમજમાં રહેવું જોઈએ ને ?
દાદાશ્રી : વ્યવહાર કશુંય નહીં.
પ્રશ્નકર્તા ઃ આ ડિસ્ચાર્જ ભાગ એ મડદું છે પણ વ્યવહારમાં બધી સામસામી અસરો થાય છે, દુઃખની લાગણીઓ, સુખની લાગણીઓ.
દાદાશ્રી : એ બધી અસરો થાય છે તે મડદાને જ થાય છે. આપણે સ્વીકારી લઈએ છીએ કે આ મને થયું. તેથી અમે કહીએ છીએ ને, શંકા પડી કે સ્વીકારી લીધું, તેની જવાબદારી આવી. એ કંઈ કરે અને આપણને શંકા પડે તો આપણને કર્મ ચોંટે.
પ્રશ્નકર્તા : શંકા પડે તો કર્મ ચોંટે ?
દાદાશ્રી : હા, શંકા પડી એટલે તરત પોલીસવાળો પકડે. કહેશે, આ માણસમાં કંઈક ગુનો છે.
પ્રશ્નકર્તા ઃ તો ચાર્જ થઈ ગયું એ ?
દાદાશ્રી : ચાર્જ નહીં, પણ જવાબદારી આવે છે.
પ્રશ્નકર્તા : દાદા, જવાબદારી આવે અને ચાર્જ નહીં એમાં ફેર શું ?
દાદાશ્રી : એમાં ફેર. ચાર્જમાં આધારપૂર્વક કર્તા હોય અને આ તો સાધારણ ફળ મળશે. અસરો-બસરો થાય છે તે ચેતનને થાય છે ?
પ્રશ્નકર્તા : ના, બરોબર. મિકેનિકલ ચેતનને અસર થાય છે. ચેતનને અસર ન થાય.
દાદાશ્રી : ઈફેક્ટિવ જ છે આ મડદું. ઈફેક્ટિવ એટલે અસરવાળું જ છે. બધી અસરો એની જ છે અને તું માથે લઈ લઉં તો તને ચોંટે.