________________
૧૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : એવું આ બધું. જેવી ચાવી હશેને એવું ફર ફર કરશે.
રાત્રે સૂવા ગયો, અગિયાર વાગ્યા હોય અને ઓઢીને સૂઈ ગયો ને તરત વિચાર આવ્યો કે “આ પેલા લાખ રૂપિયાનું ખાતું પાડવાનું રહી ગયું. એ ખાતું નહીં પાડી આપે તો શું થશે ?” તો થઈ રહ્યું, થઈ રહ્યું કામ ભઈનું ! પછી મડદું છે તે જીવતું હોય ને, એના જેવું છે પછી.
એટલે આ જીવતું નથી, એવું સમજીને આપણે ડાહ્યા થઈ જવાનું. કો’ક ગાળો ભાંડે તો આપણે જાણવું કે જીવતું નથી. એવું જાણીએ તો આપણેને વાંધો નહીં ને ! અણસમજણે અસરોને લે માથે, તો ઊભું થાય આવરણ
આ જ્ઞાન તો બધા સાંભળે પણ ભૂલી જવાના પાછા. પ્રશ્નકર્તા : એવું જ્ઞાન આપોને કે ભૂલાય નહીં.
દાદાશ્રી : હા, એવું જ અમે આપેલું છે પણ આ ભૂલાઈ જાય, એ એના પેલા કર્મો જથ્થાબંધ છે ને એટલે. પેલું જ્ઞાન તો બહુ સરસ આપેલું છે. આ તો આની ઉપર વિચાર કર કર કરે ત્યારે યાદ રહે આ પછી અને પછી કાયમ થઈ જાય. વિચાર ના કરે તો પાછું ગૂંચવાયેલું રહી જાય.
તું એવું જાણતો હતો કે આ મડદાનું, મારું હોય આ ? પ્રશ્નકર્તા એ બધું વિવરણ બરાબર થયેલું નહીં. દાદાશ્રી : શાનું? પ્રશ્નકર્તા અસરોનું, આ મડદું છે ને એ બધું.
દાદાશ્રી : વિવરણ થયેલું જ, બધું જ વિવરણ થયેલું છે. કોઈ વિવરણ કર્યા વગરનું બાકી જ નથી.
પ્રશ્નકર્તા: ના, એ દાદાએ કરાવ્યું છે, દાદાએ કહેલું પણ છે, પણ પેલો ખ્યાલ રહેવો એ નથી બન્યું.