________________
૧૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
બધા જ નિશ્ચેતન ચેતન છે, પછી સાધુ હો કે સંન્યાસી. મનુષ્ય, તિર્યંચ, નારકી જીવો, દેવો બધા જ નિશ્ચેતન ચેતન એટલે ભમરડા જ કહેવાય.
જ્યાં સુધી નિજનું ભાન કરાવનાર જ્ઞાની મળી ના જાય ત્યાં સુધી તું નિશ્ચેતન ચેતન છે.
જ્ઞાની પુરુષ કહે છે કે જગત આખું, સાધુ-આચાર્યો બધા જેને ચેતન માને છે એ તો નિચેતન ચેતન છે. એ તને શું આપશે ? એ તને મોક્ષફળ આપે નહીં. માટે ચેતનને પકડ ને જેને ચેતન પ્રગટ થયું છે, તે જ તને આપી શકે.
મોક્ષ ક્યારે થાય? ચેતન થાય ત્યારે. પણ બધા જ કહેશે કે અમે ચેતન છીએ. પણ હું એકલો જ એમ કહું છું કે એ નિશ્ચેતન ચેતન છે. આખા વર્લ્ડના માણસો નિશ્ચેતન ચેતન છે. જ્યાં સુધી આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી બધા જ નિશ્ચેતન ચેતન કહેવાય.
અમારી વાત ન સમજે તેય અને સમજે તેય બધા જ નિશ્ચેતન ચેતન છે. આપણા મહાત્માઓ એકલા જ શુદ્ધ ચેતન છે.
ઈગોઈઝમ છતાં સાધત સ્વરૂપે પ્રશ્નકર્તા : “નિશ્ચેતન ચેતન' ભાગ જેને તમે કહો છો કે જેની અભિવ્યક્તિ જગતમાં બધે દેખાય છે, તે “નિશ્ચેતન ચેતન” એમ માને છે કે “ચેતનને અમે સમજી શકીશું, પકડી શકીશું, બુદ્ધિના ક્ષેત્રમાં લાવી શકીશું. આ એમનો દાવો કેટલે અંશે સાચો પડે ?
દાદાશ્રી : એમની પાસે આના સિવાય બીજું સાધન શું છે ? આની મહીં ‘નિશ્ચેતન ચેતન” ભલે હોય પણ મહીં “ઈગોઈઝમ' છે. એ ઈગોઈઝમ કામ કરી રહ્યો છે અને “ઈગોઈઝમ છે તો એ જરૂર પામશે, નહીં તો એકલા “નિચેતન ચેતનથી “ચેતન” ના પમાય.
અચળ - ચંચળ - અચેતન ચેતન પ્રશ્નકર્તા : મિશ્ર ચેતન અને નિક્ષેતન ચેતનમાં શું ફરક ?