________________
(૫) નિશ્ચેતન ચેતન
દાદાશ્રી : જ્યાં નામેય ચંચળતા નથી એ ચેતન અને ચંચળતાવાળો ભાગ છે તે મિશ્ર ચેતન (સૂક્ષ્મતમ અહંકાર), એનીય બહારનો ભાગ તે નિશ્ચેતન ચેતન (સૂક્ષ્મતર અહંકાર). આ જીવમાત્રનો બહારનો જે ભાગ છે, જેને આપણે ‘ફાઈલ’ કહીએ છીએ. એ ફાઈલ નિર્જીવ નથી છતાં અચેતન ચેતન (નિશ્ચેતન ચેતન) છે.
પ્રશ્નકર્તા : નિર્જીવ નથી છતાં અચેતન ચેતન ?
દાદાશ્રી : એ નિર્જીવ નથી, નિર્જીવની સાથે સજીવ રહેલું છે. સહુ સહુની રૂમમાં છે. સજીવ એની રૂમમાં છે, નિર્જીવ એની રૂમમાં છે.
પ્રશ્નકર્તા ઃ એનો જરા વિગતથી ફોડ પાડો.
૧૫૫
દાદાશ્રી : બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ નિર્જીવ નથી. છતાં અચેતન ચેતન છે. ખાલી માન્યતા જ છે કે આ જીવ છે એટલું જ, ફેક્ટમાં કશું નથી. એટલે કહ્યું ને કે અચેતન ચેતન જ છે, આમાં ચેતન છે નહીં. તે રમકડાં લડાવવીએ ને રમકડાં સામાસામી ગુસ્સે ભરાય ને કૂદંકૂદા કરે એના જેવું છે બધું, પોતાના હાથમાં કંઈ પણ પાવર (સત્તા) સિવાય. એ એક્ઝેક્ટ બહાર પાડવા જેવું નથી. કારણ કે લોકોને સમજાય નહીં, ઊંધું બાફી નાખે. એ તો અમે તમને બીજા કારણો આપેલા, એટલે તમે પોતે સમજી જાવ એ. આવું બોલીએ નહીં ઉઘાડું, પણ બીજા સમજી જાય કે ‘હું બોલ્યો.’ તો કહે, ‘કોણ બોલ્યું ?” ત્યારે કહે, ‘ટેપરેકર્ડ બોલી.’ એટલે પોતાનું એ (જીવતો ભાગ) ઊડી ગયુંને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે બધો (જીવતો) ભાગ આવો ઉડાડી મેલેલો. એ નથી કરતો, જો એ જીવતો હોત તો એ કરત. આ તો વ્યવસ્થિત કરાવડાવે છે. આ કેટલાક શબ્દ એવા હું બોલેલો છું કે જો બધા ભેગા કરે તો સાર શું નીકળે ? આનું સરવૈયું ભેગું કરે તો શું સાર નીકળે ?
પ્રશ્નકર્તા : આપે જે કહ્યું એ જ.
દાદાશ્રી : આમાં ચેતન નથી અને ખરેખર જો ચેતન જ હોત તો