________________
(૫) નિશ્ચેતન ચેતન
આપણે અહીં ભમરડો ફેંક્યા પછી કો'ક માણસને એકદમ જોવામાં આવ્યું, એના મનમાં એમ થાય કે આ શું ફરે છે ? અને આ કેવી રીતે ફરતો હશે ? શું ચેતન હશે આમાં ? ના, એ તો કોઈ પરાઈ શક્તિ ચાર્જ થયેલી તેથી ફરી શકે છે. એવી રીતે આ બધા મનુષ્યો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે અને પાછું ચાર્જ થાય છે એનું એને ભાન નથી. આ તો નિશ્ચેતન ચેતન છે. એ પહેલા ચાર્જ થયેલું, તે ડિસ્ચાર્જરૂપે હલનચલન કરે છે અને ડિસ્ચાર્જ કોઈથીયે ફેરફાર ના થઈ શકે. તે આ ભમરડો પરાઈ શક્તિથી ચાલે છે.
૧૫૧
ભમરડો ફરે, વ્યવસ્થિત શક્તિને આધીત
પ્રશ્નકર્તા : એ ભમરડાને ફેરવનારી જે શક્તિ, એ પરાશક્તિ એ શું છે ?
દાદાશ્રી : પરાઈ શક્તિ છે, પરાશક્તિ નહીં. બાકી આ ભમરડાને પરાશક્તિ ફેરવતી જ નથી. આ ભમરડાને તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ફેરવે છે. તે દરેકના જુદા જુદા હોય પાછા. પરાશક્તિ તો એક જ પ્રકારની હોય.
આ જે પ્રકૃતિ છે ને, એની દોરી ગયા અવતા૨માં નખાયેલી. તેનો આ ભમરડો ફર્યા કરે છે. અહીં જન્મથી તે મરણ સુધીનો બધો ભમરડો ફર્યા કરશે. અને તેમાં આ ભમરડો શું બોલે ? ‘મેં કર્યું આ, મેં કર્યું આ.’ ‘મેં કર્યું’ એ ઈગોઈઝમ છે. તેથી આખા જગતને ટી-ઓ-પી-એસ કહું છું. આ ટૉપ્સ ફર્યા કરે છે ને પાછું કહે, ‘હું ફર્યો.’ અલ્યા મૂઆ, તું ફર્યો કે તને દોરડાથી બાંધીને પછી ફેરવ્યો ! ઈગોઈઝમ કરે છે પાછો !
એ ઈન્ડિરેક્ટ પ્રકાશથી ગતિમાત, આત્માથી નહીં
પ્રશ્નકર્તા ઃ ફક્ત એક હકીકત એમ રહે છે કે ચેતનની હાજરી છે એટલે આ નિશ્ચેતન ચેતન થાય છે.
દાદાશ્રી : હાજરીથી જ ચાલે છે આ બધું. કારણ કે હાજરીથી ઈન્ડિરેક્ટ પ્રકાશ ઊભો થાય. અહંકારને થ્રૂ થઈને જે પ્રકાશ ઉત્પન્ન થાય