________________
૧૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આય મશિનરી છે. આ તો પેટ્રોલ, હવા બધું જોઈએ. એનાથી ચાલે છે. જેમાં પેટ્રોલ પૂરવું પડે એ બધી મશિનરી છે. તમારે પૂરવું પડે છે કોઈ દહાડો ? ના પૂરે તો શું થાય ? ત્રણ દહાડા ના પૂરો તો ? એ મશિનરી છે. એ ના પૂરીએ તો બધું ઊડી જાય, એનું નામ મશિનરી. અને આ ખાવા-પીવાની વાત તો જુદી છે, પણ બે કલાક જ મોટું બંધ કરી દઈએ ને નાક દબાવી રાખીએ તો શું થાય ? “મહીંવાળા” આખી રૂમ ખાલી કરીને જતા રહે પછી. એને ચેતન કેમ કહેવાય ? એ “મિકેનિકલ ચેતના” છે. દરઅસલ ચેતન જો જગતે જાણ્યું હોત તો આજે કલ્યાણ થઈ જાત ! એ જાણી શકાય એવી સ્થિતિમાંય નથી.
એટલે નિચેતન ચેતન એ મિકેનિકલ ચેતન છે. બહારનો બધો જ ભાગ પણ મિકેનિકલ છે. સ્થૂળ મશિનરીને હેન્ડલ મારવું પડે છે, જ્યારે સૂક્ષ્મ મશિનરીને તું હેન્ડલ મારીને જ લાવ્યો છે. અત્યારે ઈધણ પૂર્યા જ કરે છે પણ હેન્ડલ મારવાનું નથી. સૂક્ષ્મ મશિનરી એ મિકેનિકલ ચેતન છે, પણ ત્યાં “મેં કર્યું એમ ગર્વ લે છે તેથી ચાર્જ થાય છે અને આવતા ભવના બીજ પડે છે.
નિશ્ચેતન ચેતનને કહ્યું ભમરડાતું ચેતતા પ્રશ્નકર્તા ઃ આ શરીર સજીવ છે તો એને મિકેનિકલ કેમ કહે છે? સજીવ છે ને ?
દાદાશ્રી : હા, શરીર સજીવ છે, મન સજીવ છે, બુદ્ધિ સજીવ છે પણ પ્રકૃતિ છે. પ્રકૃતિ છે એટલે આ સજીવતા આમાં કેટલી છે કે નિક્ષેતન ચેતન છે. ભમરડાને દોરી મારી અને ફેંક્યા પછી એ કોના આધારે ચાલે છે ? એ ભમરડો એની મેળે ફરે છે. આપણે તેને દોરી વીંટીને નાખ્યો એટલે ફરે છે. એ દોરીના જોશથી ફરે છે. આ ભમરડો ફરતો હોય, એમાં ચેતન હોય છે ? છતાંય ફરે છે એ વાત તો ચોક્કસને ! ભમરડો નાખ્યા પછી ચેતન જેવું દેખાય છે પણ છે નિશ્ચેતન ચેતન.
નિશ્ચેતન ચેતન એટલે ભમરડાનું ચેતન છે. જે ભમરડો હોયને, તો આમ ફરતો લાગે છે તેથી કરીને એનામાં ચેતન નથી. અત્યારે