________________
(૫) નિશ્ચેતન ચેતન
૧૪૯
નિચેતન ચેતન એટલે આપણે એને અંગ્રેજીમાં શું કહીએ છીએ ? ડિસ્ચાર્જ (ખાલી થતું) ચેતન. એ ડિસ્ચાર્જ થતું ચેતન છે. એક ચેતન ચાર્જ થતું (ભરાતું) છે, બીજું ડિસ્ચાર્જ થતું છે એની પેલી બાજુ શુદ્ધ ચેતન છે. ચેતન ચાર્જ થાય તેને આપણે કર્મ બંધાય છે એમ કહીએ છીએ અને ડિસ્ચાર્જ થાય છે એ કર્મ છૂટે છે.
એટલે કર્મો ખરેખર જડ નથી ને ચેતનેય નથી પણ નિચેતન ચેતન છે. કર્મોનું ફળ મળે છે તે મહીં આત્મા બેઠેલો છે એટલે મળે છે. કર્મને નિચેતન ચેતન શા માટે કહ્યું? નિશ્ચેતન ચેતનને શુદ્ધ ચેતનનો સ્પર્શ થવાથી કર્મ ચાર્જ થાય છે. પોતાનું સ્વરૂપ જાણે એટલે કર્મ ચાર્જ થવાના બંધ થાય.
મિકેનિકલ ચેતત ઉકલી રહ્યું ઓટોમેટિક પ્રશ્નકર્તા : નિશ્ચેતન ચેતનને મિકેનિકલ કહ્યું આપે ?
દાદાશ્રી : એ મિકેનિકલ ચેતન છે. આ શ્વાસ આપણે લઈએ છીએ ? કોણ લે છે?
પ્રશ્નકર્તા: જે અંદર છે તે લે છે.
દાદાશ્રી : ઑટોમૅટિક છે, પોતે લેતો નથી. ક્યાં સુધી ઑટોમૅટિક ચાલવાનું ? તો કહે, જેટલા શ્વાસોશ્વાસનું આયુષ્ય બંધાયું છે, તેટલા દિવસ ચાલવાનું, વરસોનું નહીં. માટે નિશ્ચેતન ચેતન છે ને સચર છે.
જેમ બહાર આ મશિનરી ચાલે છે ને, એન્જિન ચાલતા નથી ? પ્રશ્નકર્તા: એ તો સ્ટિમ્યુલેટેડ (ઉદીપ્ત કરેલું) છે ને ? દાદાશ્રી : કેમ ? પ્રશ્નકર્તા: જાતે નહીં ? એ તો બનાવેલું છે.
દાદાશ્રી : આય બનાવેલું છે. આ નેચર બનાવનાર છે અને પેલું મનુષ્ય બનાવેલું છે. મેન મેઈડ (માનવ નિર્મિત) એય મશિનરી છે અને