________________
૧૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
ભાવને હિસાબે ડિસ્ચાર્જ થયા જ કરવાનું. એ પછી એનો માલિક પોતે હોય કે એનો માલિક ના હોય તોયે થયા કરે.
આ દેહની મહીં ચેતન છે ખરું પણ “ઈફેક્ટિવ ચેતન” છે, “ચાર્જ થયેલું ચેતન છે. હવે “ચાર્જ થયેલું ચેતન એટલે મૂળ ચેતન તો ના જ કહેવાયને ! કંઈક ભૂલ છે કે નહીં ? અત્યાર સુધી ભૂલમાં ચાલ્યું છે, એવી ખબર પડી તમને ? બધી માન્યતા ભૂલ ભરેલી જ હતી. કંઈક ‘એક્ઝક્ટનેસ’ તો આવવી જોઈએને ?
એવું આ આની મહીં ચાર્જ થયેલું ચેતન છે એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. આ બહુ ઝીણી વાત છે, આ તો છેલ્લામાં છેલ્લી વાત. જેને છેલ્લો સાંધો કહેવામાં આવે છે.
કર્તુત્વપણું એ પ્રકૃતિ સ્વભાવ પ્રશ્નકર્તા: આ જે ચાર્જ થયેલું નિશ્ચેતન ચેતન છે તે ઉકલે કેવી રીતે?
દાદાશ્રી : ટાઈમ (કાળ) નામનું તત્ત્વ છે તેને અણુ પણ છે. આ અણુને કાળાણુ કહેવાય. તે ટાઈમ નામનું તત્ત્વ તેનો ઉકેલ લાવે જ. આ જે રીલ (પટ્ટી) વીંટેલી છે તે જન્મે ત્યારથી જ ઉકલતી જાય છે પણ પોતાની ભ્રાંતિથી જ “હું આ જ છું, હું ચંદુલાલ જ છુંએ ઈગોઈઝમ અને મમતા કરી ઉકલતી રીલ ફરી વટે છે. કારણ કે પોતે ઈગોઈઝમથી નિશ્ચેતન ચેતનમાં પ્રતિષ્ઠા કરે છે.
નિશ્ચેતન ચેતનવાળા એક ગુનેગારીપદમાંથી મુક્ત થાય ને બીજી ગુનેગારી ઉત્પન્ન કરે. ‘શુદ્ધાત્મા છું' એવું જો લક્ષ રહે તો ફરી નિશ્ચેતન ચેતનમાં ના જાય. “શુદ્ધાત્મા' પ્રાપ્ત થાય ત્યારે જ શુદ્ધ ચેતન સમજાય, ત્યારે જ ગુનેગારીપદમાંથી સંપૂર્ણ છૂટે.
શુદ્ધ ચેતન તો કાંઈક ઓર જ હોય છે ! ચેતન ક્યારેય ખાતું નથી, પીતું નથી, સાંભળતું નથી, બોલતું નથી. નિશ્ચેતન ચેતન જ ખાય છે, પીવે છે, બોલે છે, વિચારે છે, સાંભળે છે, બધું કરે છે. આ હલનચલન દેખાય છે એ તો ચેતન નથી. ચેતનને કોઈ બાપોય જોઈ શકે નહીં.